National: 'E20 નથી જોઈતું તો 100% પેટ્રોલ ખરીદો પણ વધુ કિંમત ચૂકવવી પડશે'; વિવાદ પર નીતિન ગડકરીનું મોટું નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (E20) અંગે ચાલી રહેલા વિવાદ પર પોતાની ચૂપકીદી તોડી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવા પાછળ તેમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. ગડકરીએ જણાવ્યું કે તેઓ માત્ર ઈથેનોલ જ નહીં, પરંતુ હાઈડ્રોજન અને ઈલેક્ટ્રિક વાહનો સહિતના તમામ વૈકલ્પિક ઈંધણના સમર્થક રહ્યા છે. પોતાના પુત્રોના બિઝનેસ પર લાગેલા આરોપો અંગે પણ તેમણે ખુલીને વાત કરી હતી.
'મારા પુત્રોની કંપનીઓ પર ₹1600 કરોડનું દેવું છે, અફવાઓ ખોટી છે'
એક અગ્રણી અંગ્રેજી સમાચાર પત્ર સાથેની વાતચીતમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, "અમારો પરિવાર વર્ષોથી સુગર મિલના વ્યવસાય સાથે જોડાયેલો છે, જે અત્યારે મારા પુત્રો સંભાળે છે. જ્યારે ઈથેનોલ બ્લેન્ડિંગનો પ્રોગ્રામ પેટ્રોલિયમ મંત્રાલય ચલાવે છે, જેમાં મારો કોઈ રોલ નથી. મારા પુત્રોના બિઝનેસમાં ઈથેનોલનો હિસ્સો માત્ર ૧૦ ટકા જ છે અને આખા દેશના ઈથેનોલ બિઝનેસમાં તેમનો હિસ્સો ૦.૫ ટકા કરતા પણ ઓછો છે. ઉલટાનું તેમની કંપનીઓ પર ₹૧૬૦૦ કરોડનું દેવું છે. મારી છબી બગાડવા માટે આ બધી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે."
100% શુદ્ધ પેટ્રોલ જોઈતું હોય તો વધુ કિંમત આપવી પડશે
જ્યારે ગડકરીને પૂછવામાં આવ્યું કે શું દેશમાં ગ્રાહકો માટે ૧૦૦% શુદ્ધ પેટ્રોલ (ઈથેનોલ વગરનું) ઉપલબ્ધ કરાવવામાં આવશે? ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈને E20 ઈંધણ નથી જોઈતું, તો તેઓ ૧૦૦% પેટ્રોલ ખરીદી શકે છે, પરંતુ તેના માટે તેમણે ઘણી વધારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઉમેર્યું કે E85 ફ્યુઅલની કિંમત E20 કરતા પણ ઓછી છે. હાલમાં ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ જેવા દેશો પણ બાયોફ્યુઅલ તરફ આગળ વધી રહ્યા છે.
માત્ર શેરડી જ નહીં, અન્ય વસ્તુઓમાંથી પણ બને છે ઈથેનોલ
ગડકરીએ વૈકલ્પિક ઈંધણનો બચાવ કરતા કહ્યું કે ભારત મોટા પાયે ક્રૂડ ઓઈલની આયાત કરે છે. હું માત્ર શેરડીમાંથી બનતા ઈથેનોલની વકીલાત નથી કરતો. પાણીપતમાં પરાલી (ડાંગરના કચરા) માંથી ઈથેનોલ બનાવવામાં આવી રહ્યું છે, આસામમાં વાંસમાંથી અને ઘણી જગ્યાએ ચોખા અને મકાઈમાંથી પણ ઈથેનોલ બને છે. બ્રાઝિલ દાયકાઓથી ઈથેનોલનો ઉપયોગ કરી રહ્યું છે અને ત્યાં કોઈ સમસ્યા આવી નથી.
Comment / Reply From
You May Also Like
National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...
National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...
National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...
National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...
પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...
National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ
મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...
National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો
ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...
National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો
સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...
National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ
સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...