Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA ને આપ્યા નિર્દેશ

કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એવિએશન રેગ્યુલેટર DGCA ને ડ્રગ-ટેસ્ટિંગ (ડોપ ટેસ્ટ) ના નિયમોમાં વહેલી તકે ફેરફાર કરવા અને ફરજિયાત તપાસના દાયરામાં વધુ કર્મચારીઓને આવરી લેવાનો આદેશ આપ્યો છે.

સરકારે DGCA ને નિર્દેશ આપ્યો છે કે પ્રતિબંધિત દ્રવ્યોના સેવન માટે પોઝિટિવ મળી આવતા કર્મચારીઓ સામે સખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જ્યારે ડૉક્ટરની સત્તાવાર દવાઓના કારણે ટેસ્ટ પોઝિટિવ આવે, તેવા કિસ્સામાં સ્પષ્ટતા માટે વધારાની તક આપવામાં આવે.

પાયલોટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

ગત ૪ ઓગસ્ટે ૧૪૫ મુસાફરોને લઈને આવી રહેલી એર ઈન્ડિયાની ફૂકેત-દિલ્હી ફ્લાઈટ (AI 2379) માં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ દરમિયાન ઉડાનના પાયલોટ-ઈન-કમાન્ડનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પાયલોટે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે અંગત કારણોસર ઊંઘની ગોળીઓ લેવી પડી હતી, જેના કારણે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કેબિન ક્રૂની ફરિયાદ બાદ પાયલોટના વર્તનની પણ ગંભીર તપાસ થઈ રહી છે.

ટેકનિકલ ખામીના કારણે મોટો અકસ્માત ટળ્યો

રિપોર્ટ મુજબ, જ્યારે વિમાન ઓડિશાના આકાશમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેના ત્રણ હાઈડ્રોલિક સિસ્ટમ, દરવાજા અને એલિવેટર્સને લઈને સતત વોર્નિંગ એલાર્મ વાગવા લાગ્યા હતા. આ દરમિયાન ઓટો-પાયલોટ સિસ્ટમ પણ બંધ થઈ ગઈ હતી અને વિમાન અચાનક નીચે તરફ આવતા કેટલાક મુસાફરોને ઈજા પહોંચી હતી. જોકે, કો-પાયલોટની સમયસૂચકતાના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું હતું.

ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ

ઉડ્ડયન સચિવ સમીર સિન્હાએ એર ઈન્ડિયાના ટોચના મેનેજમેન્ટને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બેદરકારી દાખવનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આ ટેકનિકલ ખામીઓની તપાસ માટે એરબસની ટીમ અને ફ્રેન્ચ એવિએશન રેગ્યુલેટરના અધિકારીઓ ભારત આવ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.

 

Comment / Reply From

You May Also Like

કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત્યારો

National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...

સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકાર

National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...

F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય, માની ભારતીય જેટની તાકાત

National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...

પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...

SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...

સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...

36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...

'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...

'બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ' પર સંસદની મહોર, 135 વર્ષ જૂના કાયદાનું સ્થાન લેશે

National: 'બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ' પર સંસદની મહોર, 135 વર્ષ જૂના કાયદાનું સ્થાન લેશે

બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ-૨૦૨૬ પર સોમવારે સંસદે પોતાની આખરી મહોર લગાવી દીધી છે. લોકસભામાં આ બિલ અગાઉ ૫ ઓગસ્ટે પસાર થઈ ચૂક્યું હતું, જ્યારે સોમવારે રાજ્યસભાએ...