National: PM મોદીના વીડિયો વિવાદ બાદ Metaનો મોટો નિર્ણય, VIP એકાઉન્ટ્સ માટે લાગુ કર્યા નવા નિયમો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેસબુક વીડિયોને અસ્થાયી રૂપે હટાવવાના વિવાદ બાદ Meta એ કડક પગલાં લેતા VIP અકાઉન્ટ્સ માટે નવા નિયમો (પ્રોટોકોલ) લાગુ કરી દીધા છે. IT સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું કે મેટાએ આ મામલે સરકારને પત્ર મોકલીને પોતાની ભૂલ બદલ ખેદ વ્યક્ત કર્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને IT સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું કે ૨૮ જુલાઈ પછી વધારાના સુરક્ષા ઉપાયો લાગુ કરવામાં આવ્યા છે. સરકાર હાલમાં કંપની દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટતાના પત્રની તપાસ કરી રહી છે.
૧૦ દિવસની અંદર યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક
આ મામલાના તકનીકી અને નીતિગત પાસાઓ પર ચર્ચા કરવા માટે આગામી ૭ થી ૧૦ દિવસની અંદર મેટાના ગ્લોબલ અધિકારીઓ અને ભારત સરકાર વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાવાની છે. આ બેઠકમાં નીતિગત મુદ્દાઓ તેમજ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર મેટાના જવાબ પર વિચારણા કરવામાં આવશે.
એએસ. કૃષ્ણને ઉમેર્યું કે, "મેટાએ સરકારને પત્ર લખીને આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે અને વીડિયો હટાવવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. અમે આગામી ૭-૧૦ દિવસમાં તેમના વૈશ્વિક અધિકારીઓ સાથે મુલાકાત કરીશું."
Meta એ ગણાવી ઓટોમેટેડ ટેકનિકલ ખામી
PM મોદીની ફેસબુક પોસ્ટ ભૂલથી હટી જવા પર મેટાએ માફી માગતા આ ઘટનાને ઓટોમેટેડ સિસ્ટમની ગડબડ ગણાવી હતી. જોકે, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રાલય (MeitY) આ જવાબથી અસંતુષ્ટ છે અને તેણે વરિષ્ઠ ગ્લોબલ અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. આ વિવાદ વચ્ચે સરકાર મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર યુઝરનેમ વ્યવસ્થા શરૂ કરવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે.
હૈદરાબાદ પોલીસે Meta ઈન્ડિયા હેડ સામે નોંધ્યો કેસ
હૈદરાબાદ પોલીસે CJP આંદોલન સંબંધિત PM મોદીને નિશાન બનાવતી મોર્ફ્ડ કન્ટેન્ટ (છેડછાડ કરાયેલ કન્ટેન્ટ) ફેલાવવા બદલ કેટલાક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સના ઓપરેટર્સ તેમજ Meta ના ઈન્ડિયા હેડ વિરુદ્ધ બે અલગ-અલગ કેસ દાખલ કર્યા છે.
Comment / Reply From
You May Also Like
National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...
National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...
National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...
National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...
પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...
National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ
મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...
National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો
ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...
National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો
સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...
National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ
સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...