મૈસુરની ધરતી પર ગુજરાતની કલાનો જયજયકાર:: ‘ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026’માં રૂ. 1.65 કરોડથી વધુનું જંગી વેચાણ
કર્ણાટકના સાંસ્કૃતિક ગઢ સમાન મૈસુરુ ખાતે ગુજરાતની પરંપરાગત કલા અને સંસ્કૃતિના રંગો ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન કૉટેજ (ઇન્ડેક્ષ્ટ-સી) દ્વારા જે.એસ.એસ. મૈસુર અર્બન હાટના સંગાથે સતત 10માં વર્ષે ‘ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ માત્ર એક વ્યાપારી પ્રદર્શન ન રહેતા બે રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક સેતુ બની રહ્યો હતો, જેણે ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊંચાઈઓ આપી છે. મૈસુરુના ટેક્સટાઇલ ડેવલપમેન્ટ કમિશનર તથા હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઇલ્સ વિભાગના નિયામકએ. બી. બસવરાજુના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા આ દસ દિવસીય મહોત્સવમાં ગુજરાતના કલાકારોએ પોતાની કલાનો જાદુ પાથરીને સ્થાનિક લોકોના દિલ જીતી લીધા હતા.
કારીગરોની આવકમાં વધારો અને સીધું બજાર
આ ઉત્સવનો પાયાનો હેતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વસતા હસ્તકલા અને હાથશાળ કારીગરોને મધ્યસ્થીઓ વગર સીધું બજાર પૂરું પાડવાનો હતો. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના કસબીઓએ પોતાની કૃતિઓ આ મેળામાં રજૂ કરી હતી. કુલ 100થી વધુ સ્ટોલ્સમાં સજ્જ આ મેળામાં રૂ. 1.65 કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે, જે દર્શાવે છે કે પરંપરાગત કલાનું મૂલ્ય આજે પણ એટલું જ અકબંધ છે. આ વેચાણથી કારીગરોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં એક સબળ પગલું સાબિત થયું છે. રાષ્ટ્રીય અને રાજ્ય પુરસ્કાર વિજેતા કારીગરોની ઉપસ્થિતિએ મેળાની શોભા વધારી હતી, જ્યાં ગ્રાહકોને એક જ સ્થળેથી કચ્છી ભરતકામ, અજરખ બ્લૉક પ્રિન્ટ, બાંધણી અને પરંપરાગત શાલ જેવી અનેકવિધ વસ્તુઓ ખરીદવાની તક મળી હતી.
પરંપરા અને આધુનિકતાનો સંગમ
મેળામાં કચ્છ ક્રાફ્ટ ગૅલેરી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. લુપ્તપ્રાય થતી જતી કલાઓને જીવંત રાખવા માટે કારીગરો દ્વારા કરવામાં આવેલી જહેમત રંગ લાવી હતી. મૈસુરુના નાગરિકોએ ગુજરાતની આ વારસાગત કલાને ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવી હતી. માત્ર ખરીદી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ આ મેળો જ્ઞાનનો ભંડાર બની રહ્યો હતો. લગભગ 1,200થી વધુ વિદ્યાર્થીઓએ મેળાની મુલાકાત લઈને કલાના વિવિધ પાસાઓ સમજ્યા હતા. ખાસ કરીને 50 જેટલા મુક-બધિર વિદ્યાર્થીઓને મેળામાં ભાગ લેનાર મુક-બધિર કારીગરો દ્વારા જ હસ્તકલાની તાલીમ આપવામાં આવી હતી, જે આ આયોજનનું સૌથી ભાવુક અને પ્રેરણાદાયી પાસું રહ્યું હતું. એકબીજાની ભાષા સમજ્યા વગર માત્ર કલાના માધ્યમથી સંવાદ સાધવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય રહ્યો હતો.
સાંસ્કૃતિક ઉત્સવનો રંગ
હસ્તકલાના વેચાણ ઉપરાંત આ ઉત્સવ ગુજરાતની જીવંત સંસ્કૃતિનું પ્રતીક બન્યો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી યોજાયેલા કાર્યક્રમોમાં મૈસુરની ધરતી પર રાસ, ગરબા અને ટીપણી નૃત્યના સુર રેલાયા હતા. પરંપરાગત ગુજરાતી પહેરવેશ અને વાદ્યોના તાલે મૈસુરવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી એક અદ્ભુત સાંસ્કૃતિક મિલનનું વાતાવરણ સર્જાયું હતું. આ ઉત્સવની ભવ્ય સફળતા પાછળ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના અગ્ર સચિવ તથા કમિશનર અને ઇન્ડેક્ષ્ટ-સીના ચૅરમેન શ્રી મોહમ્મદ શાહિદ અને ઇન્ડેક્ષ્ટ-સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંજય જોષીના માર્ગદર્શનનું મહત્વનું યોગદાન રહ્યું છે. આમ, સતત 10મા વર્ષે પણ આ ઉત્સવે પોતાની લોકપ્રિયતા અકબંધ રાખીને ગુજરાતની કળાને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Comment / Reply From
You May Also Like
National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...
National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...
National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...
National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...
પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...
National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ
મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...
National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો
ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...
National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો
સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...
National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ
સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...