Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

National: ગુજરાતમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓ હોવા છતાં 12મા ધોરણ સુધી પહોંચતા 45% બાળકો છોડી દે છે શાળા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વર્ષ ૨૦૨૫-૨૬ના યુડાઇસ પ્લસ (UDISE+) રિપોર્ટમાં ગુજરાતના શાળાકીય શિક્ષણને લઈને કેટલાક ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, રાજ્યની ૫૩,૪૨૫ શાળાઓમાં ૧.૧૫ કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, પરંતુ ધોરણ ૧૨ સુધી માત્ર ૫૪.૫% બાળકો જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. આનો અર્થ એ થયો કે અંદાજે ૪૫.૫% વિદ્યાર્થીઓ અધવચ્ચેથી જ શાળા છોડી દે છે (ડ્રોપ-આઉટ થાય છે).

છોકરીઓનું પ્રદર્શન બહેતર

શાળામાં ટકી રહેવાના (રિટેન્શન) મામલામાં ગુજરાતની સરેરાશ (૫૪.૫%) રાષ્ટ્રીય સરેરાશ (૫૧.૯%) કરતાં થોડી સારી છે. જેમાં છોકરાઓનો રિટેન્શન રેટ ૫૩% અને છોકરીઓનો ૫૬.૨% છે, જે દર્શાવે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ વધુ અભ્યાસ પૂર્ણ કરે છે.

રિપોર્ટ દર્શાવે છે કે શરૂઆતના પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% બાળકો શાળામાં ટકી રહે છે, પરંતુ મિડલ સ્કૂલ (ધોરણ ૬ થી ૮)માં આ આંકડો ઘટીને ૯૦.૪% થઈ જાય છે. સૌથી મોટો ઘટાડો માધ્યમિક સ્તરે (હાઈસ્કૂલ) જોવા મળે છે. ગુજરાતમાં માધ્યમિક સ્તરે ડ્રોપ-આઉટ રેટ ૧૨.૫% છે, જે ૭%ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે.

શિક્ષકોની અછત અને વિદ્યાર્થી વિનાની શાળાઓ

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાના અન્ય મહત્વના આંકડા નીચે મુજબ છે:

  • વિદ્યાર્થી-શિક્ષક રેશિયો: ગુજરાતમાં સરેરાશ દર ૨૯ વિદ્યાર્થીઓ પર એક શિક્ષક (૨૯:૧) છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ આંકડો ૨૪ વિદ્યાર્થીઓ પર એક શિક્ષકનો છે.

  • શૂન્ય વિદ્યાર્થીવાળી શાળાઓ: રાજ્યમાં ૫૮ શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, તેમ છતાં ત્યાં ૭૪ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.

  • એક જ શિક્ષકના ભરોસે શાળા: ગુજરાતની ૨,૩૩૫ શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે, જેમાં કુલ ૮૦,૦૫૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

  • શરૂઆતના વર્ષોમાં બાળકોને શાળામાં લાવવામાં સફળતા મળે છે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી પહોંચતા અડધાથી વધુ બાળકો શિક્ષણ છોડી દે છે, જે રાજ્યના શિક્ષણ વિભાગ માટે મોટો પડકાર છે.

 

Comment / Reply From

You May Also Like

કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત્યારો

National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...

સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકાર

National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...

શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA ને આપ્યા નિર્દેશ

National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...

કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...

F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય, માની ભારતીય જેટની તાકાત

National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...

પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...

SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...

સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...

36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...

'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...