Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

National: ભારતમાં દત્તક લેવાના કિસ્સામાં ઐતિહાસિક ઉછાળો, છેલ્લા એક વર્ષમાં ૫૦૦૦થી વધુ બાળકોને મળ્યો નવો પરિવાર

ભારતમાં બાળ દત્તક પ્રક્રિયા સાથે જોડાયેલા એક ખૂબ જ સકારાત્મક અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ના આંકડા અનુસાર, એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ દરમિયાન દેશમાં કુલ ૫૦૨૨ બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં આ આંકડો સૌથી વધુ છે.

CARA ના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દેશમાં દત્તક લેવાયેલા ૫૦૨૨ બાળકોનો આંકડો અગાઉના વર્ષ ૨૦૨૪-૨૫ ના ૪૫૧૫ બાળકો કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આ ૫૦૨૨ બાળકોમાંથી ૪૬૦૩ બાળકોને દેશમાં જ (ઘરેલું સ્તરે) નવો પરિવાર મળ્યો છે, જ્યારે બાકીના ૪૧૯ બાળકોની આંતરરાષ્ટ્રીય દત્તક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આંકડાઓમાં બાળકીઓ આગળ

આ રિપોર્ટમાં એ વાત પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે દત્તક લેવાયેલા બાળકોમાં ૨૭૫૬ બાળકીઓ, ૨૨૬૩ બાળકો અને ૩ 'અન્ય' કેટેગરીના બાળકો સામેલ છે. ગયા વર્ષની સરખામણીએ બાળકીઓને દત્તક લેવાના કિસ્સામાં ૮% નો વધારો નોંધાયો છે.

આ સિવાય દિવ્યાંગ (વિશેષ ક્ષમતા ધરાવતા) બાળકોની વાત કરીએ તો, ગયા વર્ષે આવા ૩૯૨ બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જે ૨૦૨૪-૨૫ ના ૩૧૩ બાળકોની સરખામણીએ ૨૫% વધુ છે. એટલું જ નહીં, સંબંધીઓ અને સાવકા માતા-પિતા દ્વારા દત્તક લેવાની શ્રેણીમાં ૫૦% નો મોટો ઉછાળો આવ્યો છે, જે ૮૨૦ થી વધીને ૧૨૩૧ થયો છે.

શા માટે થયો આ રેકોર્ડ વધારો?

આ સફળતા પાછળના કારણો સમજીએ તો, આશરે ૨૬,૦૦૦ લોકો વેટિંગ લિસ્ટમાં હોવા છતાં અને ૦-૨ વર્ષના નાના બાળકોની મર્યાદિત સંખ્યા હોવા છતાં આ સિદ્ધિ હાંસલ થઈ છે.

CARA ના સીઈઓ ભવાના સક્ષેનાના જણાવ્યા અનુસાર, આનું મુખ્ય કારણ CARA ના 'આઈડેન્ટિફિકેશન સેલ' દ્વારા સ્પેશિયલાઈઝ્ડ એડોપ્શન એજન્સીઓ (SAAs) અને ચાઈલ્ડ વેલફેર કમિટીઓ સાથે મળીને કરાયેલું કામ છે. જેનાથી સંસ્થાઓમાં રહેલા પાત્ર બાળકોને વિના વિલંબે કાનૂની રીતે દત્તક લેવા માટે મુક્ત જાહેર કરી શકાયા.

આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સિસ્ટમને મજબૂત કરવા માટે છેલ્લા એક વર્ષમાં ૧૧૮ નવી ચાઈલ્ડ વેલફેર કમિટીઓ બનાવવામાં આવી અને ૫૨ નવી સ્પેશિયલ એજન્સીઓ રજીસ્ટર કરવામાં આવી છે. જુલાઈ ૨૦૨૪ થી અત્યાર સુધીમાં કુલ ૨૬૬ નવી SAAs એક્ટિવ કરવામાં આવી છે.

જાગૃતિ પણ બની મોટું કારણ

CARA દ્વારા પ્રાદેશિક બેઠકો અને કાઉન્સેલિંગ દ્વારા લોકોને વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેની સકારાત્મક અસર હવે જોવા મળી રહી છે.

જોકે, ભવિષ્યના પડકારોની વાત કરીએ તો, આજે પણ નવજાત બાળકો માટે માતા-પિતાને સરેરાશ ૩ વર્ષ સુધી રાહ જોવી પડે છે. એ પણ નોંધનીય છે કે એડોપ્શન પુલમાં ઉપલબ્ધ કુલ બાળકોમાંથી ૮૦% બાળકો વિશેષ જરૂરિયાતો ધરાવતા છે. છતાં, સમાજની માનસિકતામાં આવી રહેલા બદલાવ અને સરકારી પ્રયાસોના કારણે હવે વધુને વધુ અનાથ બાળકોને સુરક્ષિત ઘર મળી રહ્યું છે.

 

Comment / Reply From

You May Also Like

કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત્યારો

National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...

સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકાર

National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...

શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA ને આપ્યા નિર્દેશ

National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...

કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...

F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય, માની ભારતીય જેટની તાકાત

National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...

પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...

SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...

સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...

36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...

'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...