Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

National: 'અંગદાન મહાદાન'... છતાં જરૂરિયાત સામે ભારત પાછળ, દેશના માત્ર પાંચ રાજ્યોમાં જ સીમિત 80-96% ટ્રાન્સપ્લાન્ટ

"અંગદાન મહાદાન"... આ સંદેશ વર્ષોથી લોકોને અંગદાન માટે પ્રેરિત કરતો રહ્યો છે, પરંતુ જ્યારે કોઈ દર્દીને નવું જીવન આપવાની વારી આવે છે ત્યારે સાવ અલગ જ ચિત્ર સામે આવે છે. દેશમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હતી, તેના માત્ર ૦.૨ ટકા જ પૂરા થઈ શક્યા હતા.

ફેફસાં માટે આ આંકડો ૧.૨ ટકા, લિવર માટે ૧.૫ ટકા અને કિડની માટે ૭.૨ ટકા રહ્યો હતો. એટલે કે જરૂરિયાત અને ઉપલબ્ધતા વચ્ચેની ખાઈ એટલી મોટી છે કે હજારો દર્દીઓની જિંદગી આજે પણ રાહ જોવામાં જ વીતી રહી છે. આ ચોંકાવનારી માહિતી 'ધ લેન્સેટ રીજનલ હેલ્થ-સાઉથઈસ્ટ એશિયા'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સામે આવી છે.

વિશ્વમાં ત્રીજું સ્થાન, છતાં જરૂરિયાતથી ખૂબ પાછળ

સંશોધકોના જણાવ્યા અનુસાર, ભારત વિશ્વમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના મામલે ત્રીજા સ્થાને છે, પરંતુ વિવિધ અંગોની વાસ્તવિક જરૂરિયાતનું દેશમાં અત્યાર સુધી પદ્ધતિસરનું મૂલ્યાંકન થયું નહોતું.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ સહિત અન્ય સંસ્થાઓના સંશોધકોએ 'ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ૨૦૨૧'ના આંકડા અને ૨૦૪૦ સુધીના વસ્તી અંદાજોનું વિશ્લેષણ કરીને પહેલીવાર કિડની, લિવર, હાર્ટ અને લંગ્સ (ફેફસાં) ટ્રાન્સપ્લાન્ટની દેશવ્યાપી જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યું છે.

2040 સુધીમાં પડકાર વધુ વધશે

અભ્યાસ અનુસાર ૨૦૪૦ સુધીમાં દર વર્ષે ૧,૪૩,૭૨૨ કિડની, ૨,૧૦,૬૪૯ લિવર, ૯૫,૭૧૧ હાર્ટ અને ૧૨,૮૪૬ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે. સંશોધકોએ તુર્કી, બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા ઉભરતા દેશોના અનુભવોના આધારે "સાધારણ સુધારો" ભારત માટે સૌથી વ્યાવહારિક પરિસ્થિતિ માની છે.

આમ છતાં, ૨૦૪૦ સુધીમાં કિડનીની જરૂરિયાતના માત્ર ૩૨.૬ ટકા અને લિવરની ૬.૯ ટકા જરૂરિયાત જ પૂરી થઈ શકશે, જ્યારે હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની ઉપલબ્ધતા સાત ટકાથી પણ ઓછી રહેવાનો અંદાજ છે.

માત્ર પાંચ રાજ્યો પૂરતી સીમિત વ્યવસ્થા

તમિલનાડુ, દિલ્હી-એનસીઆર, કેરળ, મહારાષ્ટ્ર અને તેલંગાણા દેશની આશરે ૨૯ ટકા વસ્તી ધરાવતા રાજ્યો છે, પરંતુ ૨૦૨૪માં ૮૦ થી ૯૬ ટકા ટ્રાન્સપ્લાન્ટ માત્ર આ જ રાજ્યોમાં થયા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કેરળ સૌથી આગળ રહ્યું હતું, ત્યારબાદ દિલ્હી-એનસીઆર અને તમિલનાડુનો નંબર આવે છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં માત્ર ૪૪૭ (૧૦ લાખ વસ્તીએ ૧.૯) અને બિહારમાં માત્ર ૩૧ (૧૦ લાખ વસ્તીએ ૦.૨) કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં એક પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ નોંધાયું નહોતું. લિવર, હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ આનાથી પણ વધુ અસંતુલિત રહી હતી, જ્યાં ૮૫ ટકાથી વધુ ટ્રાન્સપ્લાન્ટ માત્ર આ પાંચ રાજ્યોમાં જ થયા હતા.

માત્ર ટ્રાન્સપ્લાન્ટ વધારવાથી વાત નહીં બને

બારતમાં અંગદાનનો મોટો હિસ્સો હજુ પણ જીવંત દાતાઓ (Living Donors) પર આધારિત છે. દેશમાં અંગદાનનો વર્તમાન દર સ્પેન કરતાં ૭૦ ગણો અને અમેરિકા કરતાં ૫૮ ગણો ઓછો છે.

સંશોધકોનું કહેવું છે કે બીમારીઓની અટકાયત, અંગદાનને પ્રોત્સાહન અને ટ્રાન્સપ્લાન્ટના માળખાકીય સુવિધાઓનો વિસ્તાર એકસાથે કરવો પડશે, તો જ ભવિષ્યમાં વધતી જરૂરિયાત અને ઉપલબ્ધતા વચ્ચેનો તફાવત ઓછો કરી શકાશે.

 

Comment / Reply From

You May Also Like

કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત્યારો

National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...

સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકાર

National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...

શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA ને આપ્યા નિર્દેશ

National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...

કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...

F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય, માની ભારતીય જેટની તાકાત

National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...

પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...

SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ

મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...

સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો

ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...

36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો

સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...

'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ

સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...