સિયા બાદ હવે ઉર્મિલાનો ખૂની ખેલ: જીજાજીના પ્રેમમાં અંધ બનેલી યુવતીએ લગ્નના ૩ દિવસ પહેલા જ મંગેતરનો લીધો જીવ
ગિરીડીહ જિલ્લાના જમુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દિવસોમાં બનેલી નિરજ હાજરાની રહસ્યમય ગુમશુદગી અને અપહરણના કેસમાં ગિરીડીહ પોલીસે સરાહનીય સફળતા મેળવી છે. પોલીસે ગણતરીના દિવસોમાં આ અંધારી કડીઓ જોડીને સનસનાટીપૂર્ણ હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રેમ સંબંધ આડે આવતા થનારા પતિની જ ક્રૂરતાપૂર્વક હત્યા કરાવી લાશને બિહારના જંગલમાં ફેંકી દેવાના ગુનામાં પોલીસે મૃતકની થનારી પત્ની અને તેના જીજાજીની ધરપકડ કરી લીધી છે, ગિરીડીહના ભિખોડીહ ગામનો રહેવાસી ૨૦ વર્ષીય નિરજ હાજરા ગત ૫ જુલાઈના રોજ અચાનક ગુમ થઈ ગયો હતો. તેના પિતા સુભાષ હાજરાએ આ અંગે જમુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શરૂઆતમાં સામાન્ય ગુમશુદગીનો લાગતો આ મામલો પરિવારની શંકાના આધારે ગંભીર બન્યો હતો. પરિવારે નિરજનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે 8 જુલાઈના રોજ વિવિધ કલમો હેઠળ FIR નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગિરીડીહના પોલીસ અધિક્ષક (SP) ડો. વિમલ કુમારના આદેશથી, SDPO અમરેન્દ્ર કુમારના નેતૃત્વમાં એક 'સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ'ની રચના કરવામાં આવી હતી. આ ટીમે ટેકનિકલ સેલની મદદથી મૃતકના મોબાઈલ લોકેશન, કોલ ડિટેઈલ રેકોર્ડ્સ અને ડિજિટલ પુરાવાઓનું બારીકાઈથી પૃથ્થકરણ શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન SITને મહત્વની કડીઓ હાથ લાગી હતી, જેના આધારે સર્ચ ઓપરેશન ચલાવીને બિહારના જમુઈ જિલ્લામાં આવેલા બેલા જંગલમાંથી એક અજાણ્યો મૃતદેહ રિકવર કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા આ મૃતદેહની ઓળખ ગુમ થયેલા નિરજ હાજરા તરીકે કરવામાં આવી હતી. લાશ મળતા જ આ કેસ સત્તાવાર રીતે હત્યાના ગુનામાં તબદીલ થયો હતો. પોલીસ પૂછપરછ અને તપાસમાં જે હકીકત સામે આવી છે તે ચોંકાવનારી છે. ગિરીડીહના ગમતરિયા ગામની રહેવાસી ઉર્મિલા કુમારીના લગ્ન નિરજ હાજરા સાથે નક્કી થયા હતા અને લગ્નને માત્ર 3 દિવસ બાકી હતા.
જો કે, ઉર્મિલાને તેના પોતાના જીજાજી સુભાષ પાસવાન (રહે. જમુઈ, બિહાર) સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. ઉર્મિલા આ લગ્ન કરવા નહોતી માંગતી. આથી, બંને પ્રેમીઓએ નિરજને પોતાના રસ્તામાંથી હંમેશા માટે હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. યોજના મુજબ, ઉર્મિલા અને સુભાષે નિરજને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ અન્ય સાગરીતો સાથે મળી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદે તેઓએ મૃતદેહને બિહારના અંતરિયાળ બેલા જંગલમાં ફેંકી દીધો હતો. બિહાર પોલીસના સહયોગથી હત્યામાં વાપરવામાં આવેલા બે તીક્ષ્ણ છરા પણ કબજે કરવામાં આવ્યા છે.
Comment / Reply From
You May Also Like
National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...
National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...
National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...
National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...
પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...
National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ
મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...
National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો
ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...
National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો
સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...
National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ
સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...