National: 'પેપર લીક કરવું એ હત્યા કરતાં પણ મોટો અપરાધ', CGPSC કૌભાંડમાં હાઈકોર્ટે પૂર્વ સચિવની જામીન ફગાવી
છત્તીસગઢ લોક સેવા આયોગ (CGPSC) ભરતી કૌભાંડમાં અટકાયત કરાયેલા આયોગના પૂર્વ સચિવ અને નિવૃત્ત IAS અધિકારી જીવન કિશોર ધ્રુવની નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
અદાલતે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પ્રશ્નપત્ર લીક કરવું એ હત્યા કરતાં પણ મોટો અપરાધ છે, કારણ કે તેનાથી લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ થાય છે. હાઈકોર્ટે ઉમેર્યું કે આ ગુનો માત્ર એક પરિવારને અસર નથી કરતો, પરંતુ સમગ્ર સમાજ અને તંત્ર પર માઠી અસર પાડે છે. આ પ્રકરણમાં કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે જ્યારે "વાડ જ ચિભડાં ગળે" તો ન્યાય ક્યાંથી મળશે?
પુત્રને આપ્યા હતા મુખ્ય પરીક્ષાના પેપર
CBI ની તપાસ અનુસાર, રાજ્ય સેવા પરીક્ષા-૨૦૨૧ માં ગોપનીયતા જાળવવાની જવાબદારી હોવા છતાં, ધ્રુવે મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રો પોતાના પુત્ર સુમિત ધ્રુવને આપ્યા હતા.
ધ્રુવના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા દરમિયાન પેપર નંબર-૭ (સામાન્ય અધ્યયન) ના જવાબો અને પેપર નંબર-૨ (નિબંધ) ના પ્રશ્નોની નકલો મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે પેપર નંબર-૭ ના ૪૭ પ્રશ્નોમાંથી ૪૨ પ્રશ્નો આરોપીના ઘરેથી જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં ઉપલબ્ધ હતા.
ઉચ્ચ પ્રશાસનિક પદ પર બેઠેલા સરકારી સેવકની આવી ગંભીર ભૂમિકાને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીના તમામ તર્કો ફગાવી દઈ જામીન અરજી રદ કરી દીધી હતી.
Comment / Reply From
You May Also Like
National: કૃષ્ણા પટેલ હત્યાકેસનો 12 વર્ષે થયો ખુલાસો; ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી કરનાર અકીલ જ નીકળ્યો હત...
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડી સાથેની છેડતીના કેસમાં ગયા વર્ષે ચર્ચામાં આવેલો કુખ્યાત બદમાશ અકીલ ઉર્ફે નાઈટ્રા હવે ૧૨ વર્ષ જૂના હત્યાકેસમાં પોલીસ શિકંજામા...
National: સંસદમાં ગૂંજ્યો આંતરિક સુરક્ષાનો મુદ્દો, ગૃહ મંત્રાલયે કહ્યું- આતંકવાદ સામે 'પ્રહાર' ચાલુ રાખશે સરકા...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર 'પ્રહાર' (PRAHAR) રણનીતિને તબક્કાવાર રીતે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભારતની...
National: શું બદલાશે પાયલોટોના ડોપ ટેસ્ટના નિયમો? સરકારે એર ઈન્ડિયાને જવાબદારી સ્વીકારવા આકરી ચેતવણી આપી, DGCA...
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને પોતાના સંચાલન અને દેખરેખમાં તાત્કાલિક સુધારો કરવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક...
National: F-16 ન કરી શકે રાફેલનો મુકાબલો, 'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ પાકિસ્તાની એરફોર્સ અફસરે સ્વીકાર્યું સત્ય,...
પાકિસ્તાની એરફોર્સના નિવૃત્ત અધિકારી ખાલેદ ચિશ્તીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકી બનાવટના F-16 યુદ્ધ વિમાનો ભારતના ફ્રેન્ચ રાફેલ (Rafale) જેટનો સામનો કર...
National: SITની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રીનો ભત્રીજો બીજી વાર પોલીસ રિમાન્ડ પર, સરકારી ચોખાના કૌભાંડનો આરોપ
મધ્યપ્રદેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવેલા સરકારી ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરીને ખાનગી રાઈસ મિલોમાં મોકલવાના બહુચર્ચિત કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિ...
National: સ્વાતંત્ર્ય દિને ભારતને નિશાન બનાવી શકે છે ISI, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ; નાના શહેરોમાં પણ ખતરો
ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારત વિરોધી તત્વો સ્વાતંત્ર્ય દિવસની આસપાસ કોઈ મોટી આતંકી...
National: 36 મિનિટમાં 7 બિલ પસાર: ચોમાસું સત્રમાં અનેક વિધેયક રજૂ થયા, પણ પ્રશ્નકાળ ન યોજાયો
સંસદનું ચોમાસું સત્ર ભારે હંગામાભર્યું રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સતત જોવા મળેલા ગતિરોધ છતાં, કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ આ સત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્...
National: 'બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સમાં આત્મનિર્ભરતા વધારે રેલવે', સંસદીય સમિતિએ મંત્રાલયને કરી ભલામણ
સંસદની રેલવે સંબંધી સ્થાયી સમિતિએ દેશમાં બુલેટ ટ્રેનના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં ક્ષમતા વધારવા અને હાઈ-સ્પીડ રેલ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો અ...