Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Lifestyle: મીઠું ખાવાનો શોખ છીનવી રહ્યો છે ચહેરાનો ગ્લો: જાણો કેવી રીતે ખાંડ તમારી ત્વચાને બનાવી રહી છે બેજાન

ત્વચા હંમેશાં બેજાન અને ડલ દેખાવા પાછળ માત્ર ધૂળ-માટી કે પ્રદૂષણ જ જવાબદાર નથી હોતું, પરંતુ તમારા ખોરાકમાં રહેલી ખાંડ (Sugar) આનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. સવારની ચા-કોફીથી લઈને જમ્યા પછી ગળ્યું ખાવાની આદત સુધી, આપણે અજાણતા જ પુષ્કળ સુગર શરીરમાં પધરાવીએ છીએ. વિજ્ઞાન પણ માને છે કે ખાંડના અતિશય સેવનથી ત્વચા પર ડાઘ-ધબ્બા અને કરચલીઓ વધે છે, જેનાથી સ્કિન નાની ઉંમરમાં જ ઘરડી દેખાવા લાગે છે.

વધુ પડતી ખાંડ ખાવાથી ત્વચાને થતા નુકસાન

મીઠાઈઓ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ તે તમારી ત્વચા પર ખૂબ જ ખરાબ અસરો છોડે છે:

  • ખીલ અને પિમ્પલ્સની સમસ્યા: વધુ ગળ્યું ખાવાથી આપણું પાચનતંત્ર તેને તરત જ ગ્લુકોઝમાં ફેરવી દે છે. આનાથી બ્લડ સુગર અને ઇન્સ્યુલિનનું સ્તર અચાનક વધી જાય છે, જેના કારણે ત્વચામાં સીબમ (ઓઈલ) નું ઉત્પાદન વધી જાય છે અને ચહેરા પર ખીલ થવા લાગે છે.

  • ત્વચા પર સોજો (Inflammation): ખાંડ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઊંચો હોય છે. આના લીધે શરીરમાં અને ત્વચા પર સોજો તેમજ લાલાશ વધવાનો ખતરો રહે છે.

  • નાની ઉંમરે કરચલીઓ (Aging): શરીરમાં સુગરનું પ્રમાણ વધવાથી 'ગ્લાયકેશન' (Glycation) ની પ્રક્રિયા ઝડપી બને છે. આ પ્રક્રિયા ત્વચાને યુવાન રાખતા બે મુખ્ય પ્રોટીન - કોલેજન અને ઇલાસ્ટિનને નુકસાન પહોંચાડે છે, જેથી ત્વચા ઢીલી પડી જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે.

ખાંડ ત્વચાને નુકસાન કરી રહી છે તે કેવી રીતે ઓળખશો?

જો તમારી ત્વચામાં નીચે મુજબના લક્ષણો દેખાય, તો સમજી લેવું કે ખાંડ તમારા ફેસને બગાડી રહી છે:

  • ગાલ અને કપાળ પર ઊંડી કરચલીઓ પડવી.

  • દાઢી (Chin) અને જોલાઇનની આસપાસની ત્વચા ઢીલી પડી જવી.

  • ચહેરા પર સતત લાલાશ અને ખીલ થવા.

  • વધુ પડતા ઓઈલના કારણે સ્કીનના પોર્સ (છિદ્રો) મોટા થઈ જવા.

  • ત્વચાનો કુદરતી રંગ ગાયબ થઈને તે પીળી કે ગ્રે જેવી બેજાન દેખાવી.

ત્વચાને ફરીથી હેલ્ધી કેવી રીતે બનાવવી?

ત્વચાનો ગ્લો પાછો મેળવવા માટે સૌથી પહેલા ડાયેટમાંથી રિફાઇન્ડ ખાંડનું પ્રમાણ સાવ ઓછું કરી દો. ગળપણ માટે ખાંડના સ્થાને ઓર્ગેનિક ગોળ, મધ અથવા નેચરલ સ્વીટનરનો ઉપયોગ કરો. તમારા ખોરાકમાં એન્ટી-ગ્લાયકેશન ફૂડ્સ જેવા કે બેરીઝ, ગ્રીન ટી, બ્રોકોલી અને પાલકનો સમાવેશ કરો. આ સિવાય દિવસભર પુષ્કળ પાણી પીઓ જેથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય અને ત્વચા કુદરતી રીતે ચમકવા લાગે.

Comment / Reply From

You May Also Like

મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...

ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...

જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...

સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...

બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડોઝ

Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...

ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...

મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...

શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...