Lifestyle: ચોમાસામાં વધી રહ્યું છે Influenza-A અને COVID-19 નું જોખમ, સામાન્ય શરદી-ઉધરસ સમજીને ન કરો ઇગ્નોર
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ દેશભરમાં શ્વસનતંત્રને લગતા ચેપ (Respiratory Infections) ના કેસોમાં મોટો ઉછાળો જોવા મળે છે. ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા-એ (Influenza-A), કોવિડ-19(COVID-19) અને H1N1 (સ્વાઈન ફ્લૂ) ના કેસો આ સિઝનમાં ઝડપથી વધે છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વાયરસ ઝડપથી સક્રિય થાય છે.
મોટાભાગના લોકો આ ચેપને સામાન્ય શરદી-ઝીણો તાવ સમજીને નજરઅંદાજ કરવાની ભૂલ કરે છે, જે પાછળથી ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ફરીદાબાદની અમૃતા હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પ્રદીપ બજાદ પાસેથી જાણીએ આ રોગોના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો.
ચોમાસામાં કેમ વધે છે આ વાયરસનું જોખમ?
વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધુ હોવાથી વાયરસ લાંબા સમય સુધી હવામાં જીવંત રહે છે. ઓફિસ, સ્કૂલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ (બસ, ટ્રેન) જેવી બંધ જગ્યાઓ પર જ્યાં વેન્ટિલેશન ઓછું હોય, ત્યાં સંક્રમિત વ્યક્તિના ખાંસવા, છીંકવા કે વાત કરવાથી આ વાયરસ ખૂબ જ ઝડપથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ જાય છે.
કયા લક્ષણો દેખાતા જ સાવધ થવું જરૂરી છે?
ઇન્ફ્લુએન્ઝા-એ, H1N1 અને કોવિડ-19ના લક્ષણો ઘણા ખરા અંશે એકબીજાને મળતા આવે છે:
-
અચાનક સખત તાવ આવવો અને સતત ઉધરસ રહેવી.
-
ગળામાં દુખાવો કે બળતરા થવી.
-
માથાનો અસહ્ય દુખાવો, શારીરિક થાક અને આખા શરીરમાં કળતર થવું.
-
નાક બંધ થઈ જવું અથવા નાકમાંથી પાણી પડવું.
-
ગંભીર કિસ્સાઓમાં ઉલ્ટી, ડાયરિયા (ઝાડા) અથવા શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં ભારેપણું અનુભવાવું.
જો આ લક્ષણો 48 કલાકની અંદર ઠીક ન થાય, તો જાતે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ (Self-medication) લેવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સમયસર ટેસ્ટ કરાવીને ઈલાજ શરૂ કરવો અનિવાર્ય છે.
કોના માટે આ ઇન્ફેક્શન વધુ જોખમી છે?
આ વાયરલ ઇન્ફેક્શન કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ડાયાબિટીસ, હૃદય રોગ, ફેફસાની બીમારી ધરાવતા દર્દીઓ અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી છે, તેમણે વિશેષ સાવધાની રાખવી જોઈએ.
બચાવ માટે આજે જ અપનાવો આ 5 ઉપાયો
- વેક્સિનેશન: ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19ની રસી (Vaccine) સમયસર અપાવી દો, તે આ ચેપ સામે રક્ષણ આપવા માટે ખૂબ જ અસરકારક છે.
- માસ્કનો ઉપયોગ: ભીડભાડ વાળી અથવા બંધ જગ્યાઓ પર જતી વખતે માસ્ક અચૂક પહેરો.
- હાથની સ્વચ્છતા: નિયમિત અંતરે હાથને સાબુથી ધોવો અથવા આલ્કોહોલ યુક્ત સેનિટેઝરનો ઉપયોગ કરો.
- અંતર જાળવો: જો કોઈ વ્યક્તિ બીમાર હોય, ખાંસતી કે છીંકતી હોય, તો તેનાથી યોગ્ય અંતર જાળવો.
- હાઇડ્રેશન: શરીરમાં પાણીની કમી ન થવા દો, પૂરતા પ્રમાણમાં ગરમ પાણી અથવા હેલ્ધી પ્રવાહી (Fluids) લેતા રહો.
Comment / Reply From
You May Also Like
Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત
જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...
Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન
અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...
Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની
દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...
Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ
દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...
Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...
બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...
Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ
ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...
Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો
કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...
Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા
બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...