Lifestyle: જ્યારે ઘરમાં ન હોય કોઈ ખાસ શાક ત્યારે બનાવો હલવાઈ સ્ટાઈલ 'ધનિયા આલૂ'; આંગળા ચાટતા રહી જશે સભ્યો
બટાકાનું એકનું એક શાક ખાતાં ખાતાં જો તમે કંટાળી ગયા હોવ, તો આ વખતે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરી શકો છો. 'ધણિયા આલૂ' (કોથમીર બટાકા) એ એક એવી વાનગી છે જે બનાવવામાં અત્યંત સરળ છે અને સ્વાદમાં બિલકુલ લગ્નપ્રસંગ કે ઢાબામાં મળતા શાક જેવી જ બને છે.
બપોરનું ભોજન હોય કે રાતનું ડિનર, આ મસાલેદાર વાનગી તમારી ભૂખ બમણી કરી દેશે. લીલા ધાણાની તાજગી અને ચટાકેદાર મસાલા આ વાનગીને ખાસ બનાવે છે. ચાલો જાણીએ તેને બનાવવાની સૌથી સરળ રીત.
ધણિયા આલૂ બનાવવા માટેની સામગ્રી
-
બાફેલા બટાકા: ૪ થી ૫ (ચોરસ ટુકડામાં કાપેલા)
-
લીલા ધાણા (કોથમીર): ૧ મોટો કપ (દાંડી સાથે, ધોયેલી)
-
લીલા મરચાં: ૨ થી ૩
-
આદુ: ૧ ઇંચનો ટુકડો
-
જીરું: ૧ નાની ચમચી
-
હીંગ: ૧ થી ૨ ચપટી
-
ધાણાજીરું પાવડર: ૧ નાની ચમચી
-
આમચૂર પાવડર અથવા લીંબુનો રસ: ૧ નાની ચમચી
-
ગરમ મસાલો: અડધી નાની ચમચી
-
મીઠું: સ્વાદાનુસાર
-
તેલ અથવા ઘી: ૨ થી ૩ મોટી ચમચી
ધણિયા આલૂ બનાવવાની સરળ રીત
સૌથી પહેલાં મિક્સર ગ્રાઇન્ડરમાં તાજી કોથમીર, લીલા મરચાં, આદુ અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ગ્રીન પેસ્ટ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે જીરું અને હીંગ ઉમેરો. જીરું સતળાય એટલે ધાણાજીરું પાવડર ઉમેરીને થોડી સેકન્ડ માટે સાંતળો.
હવે કડાઈમાં તૈયાર કરેલી કોથમીરની ગ્રીન પેસ્ટ ઉમેરો. તેને મધ્યમ આંચ પર સતત હલાવતા રહીને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો, જેથી તેલ છૂટું પડવા લાગે.
મસાલો બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકાના ટુકડા, મીઠું, ગરમ મસાલો અને આમચૂર પાવડર ઉમેરી દો.
હળવા હાથે બધું મિક્સ કરો જેથી ગ્રીન મસાલાનું કોટિંગ બટાકા પર બરાબર ચડી જાય. હવે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ સુધી ચડવા દો, જેથી બટાકામાં મસાલાનો સ્વાદ ઉતરી જાય.
ગેસ બંધ કરો અને લો, તમારા ચટાકેદાર અને સુગંધીદાર હલવાઈ સ્ટાઈલ 'ધણિયા આલૂ' તૈયાર છે.
ખાસ ટીપ: જો તમે આ શાકમાં રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાવવા માંગતા હોવ, તો કોથમીરની પેસ્ટ પીસતી વખતે તેમાં ૪-૫ કાજુ અથવા થોડા શેકેલા સીંગદાણા ઉમેરી શકો છો.
Comment / Reply From
You May Also Like
Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત
જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...
Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન
અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...
Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની
દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...
Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ
દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...
Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...
બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...
Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ
ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...
Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો
કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...
Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા
બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...