Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અને ૮૭ થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ભયાનક આંચકાના કારણે અનેક શહેરોમાં બહુમાળી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે, જેના કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. કોલંબિયાની જીઓલોજિકલ સર્વિસે આને છેલ્લા એક દાયકામાં દેશમાં નોંધાયેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલંબિયાના રાષ્ટ્રપતિએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે દેશમાં કટોકટી (ઈમરજન્સી) ની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ એબેલાર્ડો ડે લા એસ્પ્રિએલાએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય સરકાર લોકોના જીવ બચાવવા, અસરગ્રસ્ત સમુદાયોને મદદ કરવા અને જરૂરિયાતમંદ દરેક વિસ્તાર સુધી સહાય પહોંચાડવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહી છે." ત્રણ દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ પદ સંભાળનાર એસ્પ્રિએલાએ ઉમેર્યું હતું કે ભૂકંપમાં ૧૧૧ લોકોના મોત થયા છે અને ૧૦૦૦ થી વધુ ઈમારતોને નુકસાન પહોંચ્યું છે.

"અમે લોકોને એકલા નહીં છોડીએ. તેઓ અમારા દિલમાં છે અને અમે પૂરા સંકલ્પ સાથે અસરગ્રસ્તોની મદદ કરીશું."

— એબેલાર્ડો ડે લા એસ્પ્રિએલા, કોલંબિયાના રાષ્ટ્રપતિ

જમીનથી ૧૦૭ કિમી નીચે હતું એપીસેન્ટર

૭.૪ ની તીવ્રતાનો આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૭:૩૪ વાગ્યે પશ્ચિમ કોલંબિયામાં આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અને કોલંબિયાની જીઓલોજિકલ સર્વિસ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ચોકો વિસ્તારમાં જમીનથી આશરે ૧૦૭ કિમીની ઊંડાણમાં હતું. આ વિસ્તાર રાજધાની બોગોટાથી ૪૦૦ કિમી પશ્ચિમમાં આવેલો છે.

ફ્લાઈટ્સ રદ કરાઈ અને મેચો સ્થગિત

ભૂકંપ બાદ 2.8 અને 4.8 ની તીવ્રતાના આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારોના એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી છે. કોલંબિયાના ફૂટબોલ ગવર્નિંગ બોડીએ પણ આગામી તમામ મેચો સ્થગિત કરી દીધી છે. નજીકનું 'પરેરા' શહેર આ હોનારતમાં સૌથી વધુ પ્રભાવિત થયું છે. પરેરાના મેયર મોરિસિયો સાલાઝારે જણાવ્યું કે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા છે. દેશની રાજધાની બોગોટામાં પણ આંચકા અનુભવાયા હતા અને અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું 'મિશન તાઈવાન' શરૂ?

International: ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું...

ચીન સતત યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર ચીની સેનાને આધુનિક બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં...