International: ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું 'મિશન તાઈવાન' શરૂ?
ચીન સતત યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર ચીની સેનાને આધુનિક બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં સમુદ્રી સીમાઓની કિલબંધી કરવામાં આવી રહી છે. ચીન તાઈવાન પર કબજો કરવા માંગે છે અને આ માર્ગમાં ફિલિપાઈન્સ તથા જાપાન જેવા દેશો તેના માટે મોટો પડકાર છે. આથી ચીન પહેલા ફિલિપાઈન્સને ઘેરવાની તૈયારી કરી રહ્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
શી જિનપિંગના નેતૃત્વ હેઠળ ચીન દાયકાઓથી સાઉથ ચાઈના સી માં પોતાનો દબદબો વધારવા પ્રયાસ કરી રહ્યું છે. બેજિંગ પહેલેથી જ આ વિસ્તારના લગભગ ૯૦ ટકા હિસ્સા પર પોતાનો દાવો કરે છે. હવે દ્વીપોને સમુદ્રી કિલ્લાઓમાં ફેરવીને ચીને તેનું 'મિશન તાઈવાન' ઝડપી બનાવી દીધું છે.
દક્ષિણ ચીન સાગરમાં ચીનની તૈયારીઓ
હેનરી જેક્સન સોસાયટીના નેશનલ સિક્યોરિટી સેન્ટરના ડિરેક્ટર જોન હેમિંગ્સના જણાવ્યા અનુસાર, જો ચીન આ વિસ્તાર પર સંપૂર્ણ દબદબો બનાવવાનો પ્રયાસ ચાલુ રાખશે તો સૌથી વધુ નુકસાન ફિલિપાઈન્સને થશે. સ્પ્રાટલી આઈલેન્ડ્સ જેવા વિવાદાસ્પદ વિસ્તારોમાં ચીને નવા મિલિટ્રી બેઝ બનાવ્યા હોવાના પુરાવા સામે આવ્યા છે.
ચીને આ દ્વીપો પર ૧૦ હજાર ફૂટ લાંબો રનવે, મજબૂત એરક્રાફ્ટ શેલ્ટર, ઈંધણ અને હથિયારો માટે વિશાળ સ્ટોરેજ, રડાર સિસ્ટમ અને લડાકુ વિમાનો માટેના હેંગર તૈયાર કરી લીધા છે.
કૃત્રિમ દ્વીપ અને સેનાનું સૈન્યીકરણ
રિપોર્ટ અનુસાર, ચીન દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ રીફ્સ અને એટલોસ પર સતત નિર્માણ કાર્ય અને સૈન્યીકરણ કરી રહ્યું છે, જેને અમેરિકી સંરક્ષણ વિશ્લેષકો 'કિલ ઝોન' બનાવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. યુએસ અને ચીન વચ્ચે તાઈવાન મુદ્દે કૂટનીતિક ખેંચતાણ ચાલુ છે. જોકે, વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવીને ચીન આ વિસ્તારમાં પોતાની તાકાત વધારી રહ્યું છે.
નિષ્ણાતોના મતે ચીનનો ઈતિહાસ રહ્યો છે કે જ્યારે અમેરિકા અને વિશ્વનું ધ્યાન અન્ય વિવાદો તરફ હોય ત્યારે તે પોતાની રણનીતિ આગળ વધારે છે. ચીનનો મુખ્ય ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાંથી અમેરિકી પ્રભાવને ઘટાડવાનો છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...