Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘવાયા છે. યુક્રેને મોસ્કો પર આ હુમલામાં ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયાને તેના સહયોગી દેશ પ્યોંગયાંગ (ઉત્તર કોરિયા) પાસેથી સતત બેલિસ્ટિક મિસાઈલો, લશ્કરી સાધનો અને સૈનિકો મળી રહ્યા છે.

કીવ અને ઝાપોરિઝિયામાં ભયાનક વિનાશ

જેલેન્સ્કીના જણાવ્યા મુજબ, તાજેતરના રશિયન હુમલામાં દક્ષિણ-પૂર્વ શહેર ઝાપોરિઝિયા સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં ઓછામાં ઓછા ૬ લોકો માર્યા ગયા અને ૧૯ લોકો ઘવાયા. તેમણે ઉમેર્યું કે આ શહેર પર ઉત્તર કોરિયાઈ બેલિસ્ટિક મિસાઈલો, ઝિર્કોન અને ગાઈડેડ એરિયલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાનો હતો.

આ ઉપરાંત, નિપ્રોપેટ્રોવસ્ક અને ડોનેટ્સક વિસ્તારોમાં અન્ય ૬ લોકોના મોત થયા છે. રાજધાની કીવમાં એક ચેપી રોગ હોસ્પિટલ પર હુમલો થયો હતો, જ્યારે ખેરસન અને ખાર્કિવ જેવા ફ્રન્ટલાઈન શહેરોમાં હુમલાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

શાંતિ નહીં પણ યુદ્ધ વધારવાનો પુતિનનો ઈરાદો

વોલોડિમિર જેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, રશિયા બેલિસ્ટિક મિસાઈલોનું ઉત્પાદન વધારી રહ્યું છે અને ઉત્તર કોરિયા પાસેથી સૈન્ય મદદ મેળવી રહ્યું છે. આ બતાવે છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન શાંતિ વાટાઘાટો માટે નહીં પરંતુ યુદ્ધ અને તણાવ વધારવાની તૈયારી કરી રહ્યા છે.

યુક્રેની સેનાના અહેવાલો મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ યુક્રેન પર ડઝનબંધ ઉત્તર કોરિયાઈ મિસાઈલો છોડી છે. આ સિવાય રશિયન સેના તરફથી લડવા માટે ૫૦,૦૦ સુધી ઉત્તર કોરિયાઈ સૈનિકો મોકલવામાં આવી રહ્યા હોવાનો દાવો પણ યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું 'મિશન તાઈવાન' શરૂ?

International: ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું...

ચીન સતત યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર ચીની સેનાને આધુનિક બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં...