Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે. આ સુગંધિત ચોખા પોતાની ઉત્પત્તિ, ભૌગોલિક સંકેત (GI) અધિકારો અને વૈશ્વિક ઓળખના માલિકી હક માટે વિવાદના કેન્દ્રમાં છે. ભારત અને પાકિસ્તાન બાદ હવે નેપાળ પણ બાસમતી પર પોતાનો દાવો કરવા માટે મેદાનમાં ઉતરી ગયું છે.

નેપાળ સરકાર એક નવો ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી બિલ લાવી રહી છે, જે GI ઉત્પાદનોને કાયદાકીય માન્યતા આપશે. આ પ્રસ્તાવિત કાયદો નેપાળી ઉત્પાદનો જેવા કે બાસમતી ચોખા, ઈલામ ચા અને જુમલા બીન્સને સુરક્ષા પૂરી પાડશે.

રાઈસટેક અને બાસમતી વિવાદ

બાસમતીનો આંતરરાષ્ટ્રીય વિવાદ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ૧૯૯૭માં ટેક્સાસની રાઈસટેક (RiceTec) કંપનીએ યુએસ પેટન્ટ ઓફિસમાં બાસમતી માટે પેટન્ટ રજિસ્ટર કરાવ્યું અને તેનું નામ 'Texmati' રાખ્યું. ભારતે આ દાવાનો સખત વિરોધ કર્યો હતો. ભારતના પડકાર બાદ રાઈસટેકે તેના મોટાભાગના દાવા પાછા ખેંચવા પડ્યા હતા.

આ વિવાદ વખતે ભારત અને પાકિસ્તાન એકસાથે આવ્યા હતા અને કોઈ વિદેશી કંપની દ્વારા બાસમતી પર માલિકી હક જતાવવાનો વિરોધ કર્યો હતો. પાછળથી ભારતે જુલાઈ ૨૦૧૮માં યુરોપિયન યુનિયન (EU) માં બાસમતી માટે GI સુરક્ષા અરજી કરી હતી. પાકિસ્તાને પણ ૨૦૨૧માં પોતાનો કાયદો લાવીને ૨૦૨૩માં EU માં અલગ અરજી દાખલ કરી હતી.

વિવાદમાં નેપાળની એન્ટ્રી

નેપાળ ડિસેમ્બર ૨૦૨૦માં આ વિવાદમાં સામેલ થયું, જ્યારે તેણે ભારતના GI આવેદન સામે યુરોપિયન યુનિયનમાં વાંધો નોંધાવ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે નેપાળે કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર ઔપચારિક રીતે દાવો ઠોક્યો હોય.

નેપાળે EU માં દલીલ કરી હતી કે ઐતિહાસિક રીતે બાસમતીની ખેતી, વેપાર અને વપરાશ તેની ધરતી પર થતો આવ્યો છે. નેપાળના ૪૧ જિલ્લાઓમાં ૩૦,૦૦૦ હેક્ટર જમીન પર બાસમતીની ખેતી થાય છે. નેપાળના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતનો દાવો કરાયેલો બાસમતી વિસ્તાર નેપાળની સીમાને અડીને આવેલો છે, અને બાસમતી હવામાન તથા ભૌગોલિક સ્થિતિ અનુસાર ઊગે છે, રાજકીય સીમાઓ જોઈને નહીં.

ભારતીય એક્સપોર્ટર્સનો તર્ક

ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, નેપાળ એવો વિસ્તાર નથી જ્યાં પરંપરાગત રીતે બાસમતી પકવવામાં આવતી હોય. નેપાળે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી ₹૮.૪ અબજના બાસમતી ચોખાની આયાત કરી હતી. હાલ આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારાધીન છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું 'મિશન તાઈવાન' શરૂ?

International: ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું...

ચીન સતત યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર ચીની સેનાને આધુનિક બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં...