Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Lifestyle: 33% જોખમ માત્ર ભારત-ચીનમાં! છૂપી રીતે તમારું આયુષ્ય ઘટાડી રહ્યું છે બેડ કોલેસ્ટ્રોલ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

આધુનિક અસ્તવ્યસ્ત જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય માટે એક મોટો છૂપો ખતરો બની રહી છે. તાજેતરમાં સામે આવેલા એક વૈશ્વિક અભ્યાસ મુજબ, વિશ્વભરમાં જે દેશોમાં "ખરાબ" કોલેસ્ટ્રોલ (LDL) ના કેસો ઝડપથી વધી રહ્યા છે, તેમાં ભારત પણ અગ્રણી દેશોમાં સામેલ છે.

ખરાબ કોલેસ્ટ્રોલના કારણે ૩૬ લાખ મૃત્યુ

બેડ કોલેસ્ટ્રોલ (LDL) એ રક્તવાહિનીઓમાં જમા થતી મીણ જેવી ચરબી છે, જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. સામાન્ય રીતે શરીરમાં એચડીએલ કે એલડીએલનું સ્તર ૧૦૦ મિલિગ્રામ પ્રતિ ડેસિલીટરથી ઓછું હોવું જોઈએ.

અભ્યાસ અનુસાર, ૨૦૨૩માં હાઈ એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ)ના કારણે વિશ્વભરમાં ૩૬ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જે કુલ મૃત્યુના ૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ચોંકાવનારી વાત એ છે કે વિશ્વના કુલ એલડીએલ જોખમમાંથી એક તૃતીયાંશ (૩૩%) હિસ્સો માત્ર ભારત અને ચીનમાં છે.

વસ્તી વધારો અને વૃદ્ધાવસ્થા મુખ્ય કારણો

'જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન' (JAMA) માં પ્રકાશિત અહેવાલ મુજબ:

  • ૧૯૯૦થી અત્યાર સુધીમાં મધ્યમ-આર્થિક સ્થિતિ ધરાવતા દેશોમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

  • વસ્તીમાં સતત થતો વધારો અને વધતી ઉંમર (વૃદ્ધાવસ્થા) આ વધતા જતા રોગચાળાના મુખ્ય કારણો છે.

  • ૨૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં હાઈ એલડીએલ ધરાવતા દર્દીઓની સંખ્યા ૧૯૯૦માં ૨.૫ અબજ હતી, જે ૨૦૨૩માં વધીને ૪.૬ અબજ થઈ ગઈ છે.

વિશ્વના દેશોની સ્થિતિ

સંશોધન મુજબ, ૨૦૨૩માં બુર્કિના ફાસો, સોમાલિયા અને રવાંડા જેવા દેશોમાં એલડીએલનું સરેરાશ પ્રમાણ સૌથી ઓછું (૮૦ મિલીગ્રામથી ઓછું) નોંધાયું હતું. જ્યારે સર્બિયા, રશિયા, નાર્વે અને ઓસ્ટ્રિયામાં તે સૌથી વધુ (૧૩૫ મિલીગ્રામથી વધુ) જોવા મળ્યું હતું.

વૈજ્ઞાનિકો અને તબીબોના જણાવ્યા મુજબ, ૨૦૨૩માં હૃદય રોગથી થતા મૃત્યુ પાછળ હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલ એ બીજું સૌથી મોટું કારણ બનીને સામે આવ્યું છે, જેના માટે ખાવા-પીવાની ટેવો અને જીવનશૈલીમાં સુધારો કરવો અત્યંત જરૂરી છે.

 

Comment / Reply From

You May Also Like

મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...

ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...

જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...

સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...

બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડોઝ

Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...

ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...

મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...

શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...