Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Lifestyle: ડેન્ટલ ક્લિનિકના ધક્કામાંથી બચાવશે આયુર્વેદનું ગંડૂષ! જાણો ઓરલ હેલ્થનું આયુર્વેદિક સીક્રેટ

આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાન છે, જે આપણને યોગ્ય રહન-સહન અને આહાર-વિહારની પદ્ધતિઓ વિશે જણાવે છે. આયુર્વેદ માત્ર શરીરની તંદુરસ્તી માટે યોગ અને મનની શાંતિ માટે ધ્યાનની જ વાત નથી કરતું, પરંતુ તે દાંત અને મોંની સંભાળ (ઓરલ હાઈજીન) વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપે છે. આયુર્વેદમાં મોં અને દાંતની સફાઈની આ પરંપરાગત પ્રક્રિયાને ‘ગંડૂષ’ (Gandusha) કહેવામાં આવે છે.

ગંડૂષ: આયુર્વેદનું ડેન્ટલ હાઈજીન

આજના સમયમાં લોકો ગંડૂષને ‘ઓઈલ પુલિંગ’ (Oil Pulling) તરીકે ઓળખે છે. આ પદ્ધતિ પેઢાં, દાંત અને મોંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં આ પ્રાચીન પદ્ધતિમાં બે ક્રિયાઓ સામેલ છે:

ગંડૂષ: મોંમાં તેલ ભરીને થોડી મિનિટો સુધી તેને હલાવ્યા વિના રાખી મૂકવું અને પછી બહાર થૂંકી દેવું.

કવલધારણ: મોંમાં તેલ ભરીને તેનાથી કોગળા કરવાની ક્રિયા.

ગંડૂષના ૪ પ્રકારો

આયુર્વેદ અનુસાર શારીરિક દોષોના આધારે ગંડૂષના ચાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે:

  • સ્નિગ્ધ: તેલ, ઘી અને ચરબીયુક્ત પદાર્થોથી બનતી આ પદ્ધતિ 'વાત દોષ' ધરાવતા લોકો માટે ઉત્તમ છે.

  • શમન: કડવા, તૂરા અને મીઠા પદાર્થોનો ઉપયોગ કરીને કરાતું આ ગંડૂષ 'પિત્ત દોષ' વાળા લોકો માટે ફાયદાકારક છે.

  • શોધન: તીખા, ખારા અને ખાટા સ્વાદવાળી જડીબુટ્ટીઓથી કરાતું આ ગંડૂષ 'કફ દોષ' દૂર કરવા માટે અપનાવવામાં આવે છે.

  • રોપણ: જો તમે મોંના ચાંદા કે અલ્સરથી પરેશાન હોવ, તો તૂરી અને કડવી જડીબુટ્ટીઓથી બનેલું આ રોપણ ગંડૂષ રાહત આપે છે.

ગંડૂષ (ઓઈલ પુલિંગ) કરવાના અદ્ભુત ફાયદા

  • જડબાં અને દાંતને મજબૂતી આપે છે.

  • અવાજમાં સ્પષ્ટતા અને શક્તિ લાવે છે.

  • ચહેરાને સ્વસ્થ અને આકર્ષક બનાવે છે.

  • મોંના હાનિકારક બેક્ટેરિયા ખતમ કરીને દુર્ગંધ દૂર કરે છે.

  • મોં અને ગળાનો સુકાપો દૂર કરે છે તેમજ હોઠને ફાટતા અટકાવે છે.

  • સ્વાદ પરખવાની ક્ષમતા વધારે છે.

  • પેઢાંનો સોજો અને દાંતની સેન્સિટિવિટી (ઝણઝણાટી) ઘટાડે છે.

 

Comment / Reply From

You May Also Like

મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...

ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...

જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...

સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...

બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડોઝ

Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...

ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...

મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...

શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...