Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Lifestyle: ચોમાસામાં બાલ્કનીને બનાવી લો કિચન ગાર્ડન! ખૂબ જ સરળતાથી ઉગી જશે આ 4 શાકભાજી, નોંધી લો રીત

આપણે બધા જાણીએ છીએ કે ચોમાસાની ઋતુમાં છોડનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે, તેથી આ મોસમ કિચન ગાર્ડનિંગ (Kitchen Gardening) શરૂ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઘરના કુંડામાં શાકભાજી ઉગાડવાનો આ આઈડિયા માત્ર પૈસાની બચત જ નથી કરતો, પરંતુ તમને કેમિકલ મુક્ત એકદમ તાજા ઓર્ગેનિક શાકભાજી પણ પૂરા પાડે છે. જો તમારા ઘરમાં અગાશી (છત) અથવા બાલ્કનીમાં થોડી પણ ખાલી જગ્યા હોય, તો તમે ત્યાં સરળતાથી લીલા શાકભાજી ઉગાડી શકો છો.

ચાલો જાણીએ ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગી જતાં 4 શાકભાજી અને તેને વાવવાની સાચી પદ્ધતિ વિશે.

ટામેટા (Tomato)

  • બીજની પસંદગી: લાલ પાકા ટામેટામાંથી બીજ કાઢી લો અથવા બજારમાંથી ઓર્ગેનિક બીજ ખરીદી લાવો.

  • કુંડું અને માટી: એક નાનું કુંડું લો (જેમાં નીચે પાણી નિકાલ માટે કાણું હોય). તેમાં માટી, ઓર્ગેનિક ખાતર અને કોકોપીટ મિક્સ કરીને ભરી દો.

  • વાવવાની રીત: બીજને માટીમાં અડધો ઈંચ જેટલા જ ઊંડા વાવો, વધારે ઊંડાણપૂર્વક ન વાવવા.

  • સંભાળ: બીજ વાવ્યા પછી હળવો પાણીનો છંટકાવ કરો. ટામેટાના છોડને રોજ ૫-૬ કલાકનો સૂર્યપ્રકાશ મળે તે જરૂરી છે.

પાલક (Spinach)

  • બીજની તૈયારી: પાલકના બીજને વાવતા પહેલાં ઓછામાં ઓછા ૨૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો.

  • કુંડું અને માટી: ૬ થી ૮ ઈંચ ઊંડું અને પહોળું કુંડું લો. તેમાં માટી, ખાતર અને કોકોપીટનું મિશ્રણ ભરો.

  • વાવવાની રીત: પલાળેલા બીજને માટીની ઉપર થોડા-થોડા અંતરે વેરી દો. ત્યારબાદ ઉપર માટીનું એક પાતળું સ્તર (લેયર) ઢાંકીને પાણી આપો.

  • સંભાળ: ચોમાસા કે ગરમીમાં જ્યારે ઉપરની માટી સુકાવા લાગે ત્યારે જ પાણી આપો. આ છોડ હળવા તડકા અને છાંયડા વાળી જગ્યાએ પણ સરસ ઉગી નીકળે છે.

કોથમીર / ધાણા (Coriander)

  • બીજની તૈયારી: આખા ધાણાને લઈને સુતરાઉ (કોટન) કપડામાં રાખો અને વેલણની મદદથી હળવા હાથે મસળીને તેના બે ભાગ (ફાડા) કરી લો. ત્યારબાદ તેને થોડીવાર પલાળી રાખો.

  • કુંડું અને માટી: ધાણા વાવવા માટે ૬ થી ૮ ઈંચ ઊંડું કુંડું બેસ્ટ રહેશે. તેમાં માટી અને ખાતરનું મિશ્રણ તૈયાર કરો.

  • વાવવાની રીત: ધાણાના ટુકડાને કુંડામાં ચારેય બાજુ સરખા ભાગે વિખેરી દો અને ઉપર માટીની પાતળી પરત ઢાંકી દો.

  • સંભાળ: માટી ભીની થાય તેટલું જ નિયમિત પાણી આપો. કોથમીરના સારા વિકાસ માટે પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે.

લીલા મરચાં (Green Chilli)

  • બીજની તૈયારી: એક પાકેલા લાલ મરચામાંથી બીજ કાઢીને તેને તડકામાં બરાબર સૂકવી લો.

  • કુંડું અને માટી: મરચાના છોડ માટે થોડું મોટું એટલે કે ૧૦ થી ૧૨ ઈંચ ઊંડું કુંડું લો અને તેમાં ખાતરયુક્ત માટી ભરો.

  • વાવવાની રીત: સુકવેલા બીજને અડધો ઈંચ ઊંડા વાવીને ઉપર હળવી માટી ઢાંકી દો.

  • સંભાળ: છોડને સમયસર જરૂરિયાત મુજબ પાણી આપતા રહો અને કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સારો તડકો આવતો હોય.

ગાર્ડનિંગ ટીપ: ચોમાસામાં કુંડામાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું, નહિતર છોડના મૂળ સડી જશે.

Comment / Reply From

You May Also Like

મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...

ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...

જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...

સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...

બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડોઝ

Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...

ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...

મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...

શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...