International: ઈરાની હુમલામાં વધુ 1 અમેરિકી સૈનિકનું મોત, મૃત્યુઆંક 17 થયો: US આર્મીએ ઈરાન પર સતત 9મી રાત્રે કરી બોમ્બમારો
ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષમાં વધુ એક અમેરિકી સૈનિકનું મોત થયું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) એ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઉત્તરી ઈરાકમાં ઈરાનના એક તોડી પાડેલા ડ્રોનના વિસ્ફોટકોને નિષ્ક્રિય કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ સાથે જ ફેબ્રુઆરીના અંતમાં ઈરાન સાથે શરૂ થયેલા સૈન્ય સંઘર્ષમાં શહીદ થયેલા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. આ ઘટનામાં એક જવાન ઈજાગ્રસ્ત પણ થયો છે.
ઉત્તરી ઈરાકમાં કેવી રીતે ઘટી ઘટના?
US સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે:
"ઉત્તરી ઈરાકમાં ઈરાનના તોડી પાડેલા 'વન-વે-એટેક ડ્રોન'ના વિસ્ફોટકોને કંટ્રોલ્ડ પદ્ધતિથી નષ્ટ કરતી વખતે આ દુર્ઘટના બની હતી. જેમાં સેનાના એક જવાને જીવ ગુમાવ્યો છે."
આ ઘટના બાદ મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
અમેરિકાની ઈરાન પર સતત ૯મી રાત્રે એરસ્ટ્રાઈક
અમેરિકી સૈનિકના મોત બાદ US આર્મીએ ઈરાન વિરુદ્ધ પોતાના હુમલા વધુ તેજ બનાવી દીધા છે. અમેરિકાએ ઈરાન પર સતત 9મી રાત્રે ભારે બોમ્બમારો કર્યો છે. ઈરાની મીડિયા અહેવાલો મુજબ રાત્રે ૨:૩૦ વાગ્યાની આસપાસ અનેક વિસ્તારોમાં ભયાનક ધમાકા સંભળાયા હતા.
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા આ યુદ્ધ જેવા વાતાવરણને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...