Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: યુક્રેનમાં શાકભાજી વેચનાર પર ડ્રોન હુમલો, ઝેલેન્સ્કીએ વીડિયો શેર કરી કહ્યું- 'રશિયા પાગલ થઈ ગયું છે'

યુક્રેને રશિયા પર ગંભીર યુદ્ધ અપરાધ (War Crime) નો આરોપ લગાવ્યો છે. યુક્રેનના ખેરસોન શહેરમાં એક ડ્રોન દ્વારા શાકભાજી વેચનાર સામાન્ય નાગરિકનો પીછો કરીને તેને ઘાયલ કરવાનો વીડિયો સામે આવ્યા બાદ આ આરોપ મૂકવામાં આવ્યો છે. યુક્રેન દ્વારા જાહેર કરાયેલા ફુટેજમાં ડ્રોન એક વ્યક્તિનો પીછો કરતું દેખાય છે. તે વ્યક્તિ બચવા માટે રસ્તા પર ઉભેલી ગાડી પાછળ છુપાવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ ડ્રોનમાં જોરદાર વિસ્ફોટ થાય છે.

યુક્રેનિયન પોલીસે જણાવ્યું કે ૫૨ વર્ષીય આ વ્યક્તિ ડ્રોન હુમલામાં બચી ગયો છે, પરંતુ બોમ્બના છરા વાગવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. યુક્રેની અધિકારીઓએ તેની ઓળખ 'યૂરી' તરીકે આપી છે અને હોસ્પિટલના વોર્ડમાંથી તેનો વીડિયો ઈન્ટરવ્યુ પણ જાહેર કર્યો છે. આ ઘટના બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે રશિયા પાગલ થઈ ગયું છે.

યુક્રેનના વિદેશ મંત્રાલયનો આકરો પ્રહાર

યુક્રેની વિદેશ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે, "રશિયા કોને નિશાન બનાવી રહ્યું છે? કોઈ સૈન્ય મથકને નહીં, પરંતુ કામ કરી રહેલા એક સામાન્ય નાગરિકને. રશિયન ડ્રોને જાણી જોઈને એક સામાન્ય વેપારીને નિશાન બનાવ્યો. આ હુમલામાં ૫૨ વર્ષીય વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે."

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આક્રોશ

રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના એ વાતની સાબિતી છે કે રશિયા યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, "રશિયન ડ્રોને ખેરસોનમાં શાકભાજી વેચતા વ્યક્તિનો જાણી જોઈને પીછો કર્યો અને તેની પાસે જઈને વિસ્ફોટ કર્યો. રશિયનોને પોતાના કૃત્ય પર કોઈ પસ્તાવો નથી, બલ્કે તેઓ લોકોને ડરાવવામાં ગર્વ અનુભવે છે. ખેરસોનમાં સામાન્ય લોકો સામે આવી 'સફારી' જેવી ક્રૂર કાર્યવાહીઓ દરરોજ કરવામાં આવી રહી છે."

'વિશ્વ રશિયાને રોકે'

ઝેલેન્સ્કીએ વૈશ્વિક સમુદાયને અપીલ કરતા કહ્યું કે, "દુનિયાએ આ બધું જોવું જોઈએ. દરેક પુરાવા પર નજર કરવી જોઈએ કે રશિયા કઈ હદ સુધી હિંસા અને આક્રમકતાના માર્ગે વધી રહ્યું છે. રશિયન સૈનિકો લોકોને મારીને અને હેરાન કરીને ખુશી અનુભવે છે. રશિયા પર આકરૂ દબાણ લાવ્યા વિના અને નક્કર સુરક્ષા ગેરંટી વિના શાંતિની કલ્પના કરવી મુશ્કેલ છે."

યુક્રેની વિદેશ મંત્રાલયે ઉમેર્યું કે નિર્દોષ નાગરિકોમાં ડર ફેલાવવાનું આ એક આયોજનબદ્ધ અભિયાન છે અને વિશ્વએ તેને સામાન્ય ગણીને સ્વીકારવું ન જોઈએ. ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે રશિયાની આ 'સફારી' માત્ર યુક્રેન સુધી મર્યાદિત નહીં રહે, તેથી પોલેન્ડ, ફિનલેન્ડ, રોમાનિયા અને મોલ્દોવા જેવા દેશોએ પણ સાથે મળીને વાસ્તવિક સુરક્ષા ગેરંટી માટે કામ કરવું પડશે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...