Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: 'ઈરાનના ફ્રીઝ કરેલા પૈસામાંથી જહાજોના નુકસાનની ભરપાઈ કરીશું', હોર્મુઝમાં ઈરાની હુમલા વચ્ચે ટ્રમ્પની મોટી ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી અને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે ઈરાની હુમલાઓથી જહાજો અને કાર્ગોને થનારા કોઈપણ નુકસાનની ભરપાઈ વોશિંગ્ટનના કબ્જામાં રહેલા ઈરાનના ફ્રીઝ કરાયેલા નાણાંમાંથી કરવામાં આવશે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ અંગેની માહિતી આપી હતી. 'અલ જઝીરા'ના રિપોર્ટ અનુસાર, ઈરાનની લગભગ 100 અબજ ડોલરની સંપત્તિ હાલ અમેરિકાના નિયંત્રણ હેઠળ ફ્રીઝ થયેલી છે.

ઈરાની સંપત્તિમાંથી વસૂલાશે નુકસાની

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ નિવેદનને સત્તાવાર માનવામાં આવે: હવેથી જહાજો, કાર્ગો કે તેની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને થનારા નુકસાનની ભરપાઈ અમેરિકાના કબ્જામાં રહેલા ઈરાની નાણાંમાંથી જ કરવામાં આવશે. આ નુકસાન ઘણું મોટું હોઈ શકે છે, પરંતુ તેમ છતાં આમ કરવું સંપૂર્ણપણે વાજબી અને યોગ્ય છે."

ઈરાનનો અમેરિકા પર પલટવાર

ટ્રમ્પની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે મધ્ય પૂર્વમાં બંને દેશો વચ્ચે ફરી એકવાર સૈન્ય સંઘર્ષ વધી ગયો છે, જેના કારણે ગયા મહિને થયેલી પ્રારંભિક સમજૂતી તૂટી ગઈ છે. વધતા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પ પ્રશાસન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ જે આક્રમકતા દાખવી રહ્યા છે, તે તેમના પર જ ભારે પડશે.

અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "અમેરિકી પ્રશાસનમાં સામેલ કેટલાક લોકો વાસ્તવિકતાથી મોં ફેરવી રહ્યા છે. તેઓ જમીની હકીકતને નજરઅંદાજ કરી રહ્યા છે અને તેમનું પૂરૂં ધ્યાન માત્ર 2028ની ચૂંટણી પર જ લાગે છે. તેઓ જે વિચાર્યા વગરની આક્રમકતાની વકીલાત કરી રહ્યા છે, તેનું પરિણામ એ જ આવશે કે રાષ્ટ્રપતિએ જે સમજૂતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના માટે ભારે કિંમત ચૂકવવી પડશે."

અમેરિકાના ઈરાન પર સતત હુમલા

બીજી તરફ, અમેરિકી સેનાએ સતત 13મી રાત્રે પણ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ હુમલાઓનો મુખ્ય હેતુ ઈરાનની એ ક્ષમતાને નાબૂદ કરવાનો છે, જેના દ્વારા તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર સામાન્ય નાવિકો અને કોમર્શિયલ જહાજો માટે ખતરો ઊભો કરે છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, બંદર અબ્બાસ, કેશમ અને ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમાં મોટા ધમાકાના અવાજો સંભળાયા હતા.

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...