International: સંરક્ષણ મંત્રી પર ભડક્યા હતા ટ્રમ્પ, હથિયારોની અછત પર પૂછ્યા સવાલ? યુએસ પ્રમુખે મીડિયા રિપોર્ટ પર આપી પ્રતિક્રિયા
ઈરાન સાથેના તણાવ વચ્ચે યુએસ આર્મી પાસે હથિયારોની અછતને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સંરક્ષણ મંત્રી પિટ હેગસેથથી નારાજ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ટ્રમ્પે ગત અઠવાડિયે કેબિનેટ બેઠકમાં હેગસેથને પૂછ્યું હતું કે તેમને મહત્ત્વપૂર્ણ મિસાઈલો અને એર-ડિફેન્સ સિસ્ટમની અછત અંગે ગેરમાર્ગે કેમ દોરવામાં આવ્યા. જોકે, ટ્રમ્પે મંત્રી સાથેની નારાજગીના આ તમામ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પની નારાજગીનો દાવો
તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે યુએસ મિલિટરીને શસ્ત્રોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ઈરાન સામેની તેમની સૈન્ય કાર્યવાહી મર્યાદિત કરવી પડી હતી. ચર્ચાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેમ્પ ડેવિડમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે હેગસેથને ગુસ્સામાં કહ્યું હતું કે તેમને લાગતું હતું કે આ મુદ્દો અગાઉ જ ઉકેલાઈ ગયો છે.
યુએસ સેના પાસે હથિયારોની અછત
મિસાઈલોની અછતને કારણે યુએસ સેનાને ઈરાન સામેની પોતાની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પડી રહી હોવાનું કહેવાય છે. યુએસ આર્મી પાસે મુખ્યત્વે લાંબા અંતરની ગાઈડેડ મિસાઈલો અને એર-ડિફેન્સ ઈન્ટરસેપ્ટર્સની અછત હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. શસ્ત્રોની અછતને કારણે જ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન પર વધુ એક મોટો હુમલો કરવાનો વિચાર પડતો મૂક્યો હોવાનો દાવો કરાયો હતો.
ટ્રમ્પે રિપોર્ટને ગણાવ્યો ફ્રેક ન્યૂઝ
વોશિંગ્ટન પોસ્ટના આ રિપોર્ટ પર કડક પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેને તદ્દન "ફેક ન્યૂઝ" ગણાવ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે તેઓ હેગસેથની કામગીરીથી અત્યંત ખુશ છે અને અખબાર પર ખોટી તેમજ તથ્યહીન અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ રિપોર્ટ પ્રકાશિત થતાં પહેલાં જ અખબારને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ દાવાઓ ખોટા છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...