Inetrnational: મુસ્લિમ દેશ મોરોક્કોમાંથી સ્પેનના સેઉટામાં ઘૂસ્યા હજારો શરણાર્થીઓ, બોર્ડર ગેટ તોડ્યા; મેડ્રિડે મોકલી સેના
સ્પેને ઉત્તર આફ્રિકામાં આવેલા પોતાના વિસ્તાર સેઉટા (Ceuta) માં સર્જાયેલી ગંભીર શરણાર્થી કટોકટી બાદ સેના તૈનાત કરી દીધી છે. મોરોક્કોમાંથી હજારોની સંખ્યામાં ગેરકાયદેસર શરણાર્થીઓ સમુદ્ર અને જમીનના રસ્તે સરહદ તોડીને ઘૂસી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેઉટા એ મોરોક્કોને અડીને આવેલો સ્પેનનો એક નાનો દ્વીપકલ્પ વિસ્તાર છે.
મીડિયા અહેવાલો મુજબ, ગુરુવારે ૨૦૦૦ થી ૩૦૦૦ જેટલા લોકો સેઉટામાં ઘૂસી આવ્યા હતા, જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં આ આંકડો ૧૫૦૦ થી ૨૦૦૦ સુધી પહોંચી ગયો હતો. સરહદ પાર કરીને અંદર ઘૂસ્યા બાદ કેટલાક શરણાર્થીઓ 'વિવા એસ્પાના' (સ્પેન ઝિંદાબાદ) ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
બોર્ડર ગેટ તોડીને શહેરમાં ઘૂસ્યા લોકો
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સેંકડો લોકો સરહદ પર બનેલા મુખ્ય ગેટ તોડીને શહેર તરફ ભાગતા દેખાઈ રહ્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં લોકો સમુદ્રના રસ્તે તરીને કે લાઈફ જેકેટ અને ટ્યુબના સહારે સ્પેનિશ વિસ્તાર તરફ આવી રહ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા સેઉટા ક્ષેત્રના પ્રમુખ જીસસ વિવાસે વિસ્તારમાં માનવીય અને સામાજિક ઈમરજન્સી જાહેર કરી હતી અને સ્પેનની કેન્દ્ર સરકાર પાસે સેના મોકલવાની માંગ કરી હતી.
સ્પેને મોકલી લશ્કરી ટુકડી અને પોલીસ દળ
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સ્પેન સરકારે સેઉટામાં સુરક્ષા દળોની મદદ અર્થે ૬૦ સૈનિકોની એક ટુકડી અને ૨૦૦ વધારાના વિશેષ પોલીસ અધિકારીઓને રવાના કર્યા છે. આ સિવાય સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને ગૃહમંત્રી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સેઉટાની મુલાકાત લેવાના છે.
૯ શરણાર્થીઓના મૃતદેહ મળ્યા, સ્થિતિ બેકાબૂ
શરણાર્થીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થાઓના જણાવ્યા મુજબ, સ્થિતિ હાલ નિયંત્રણ બહાર છે. ગુરુવારે મોરોક્કોના અધિકારીઓએ શરણાર્થીઓને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, સેઉટામાંથી ૯ શરણાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે, જેથી છેલ્લા કેટલાક મહિનામાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન જીવ ગુમાવનારા શરણાર્થીઓની સંખ્યા ૬૦ પર પહોંચી ગઈ છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...