Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: 'ભારતની મદદ જરૂરી', શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી પર તારિક સરકારના મંત્રીનું મોટું નિવેદન; શું મોદી સરકાર માનશે?

બાંગ્લાદેશના રાજકારણમાં એક નવો ગરમાવો આવ્યો છે. બાંગ્લાદેશની વર્તમાન સરકારે જણાવ્યું છે કે ભારતમાંથી પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) વાપસીનો આધાર ઘણો ખરો નરેન્દ્ર મોદી સરકારના સહકાર પર નિર્ભર રહેશે. તારિક રહમાન સરકારના વિદેશ રાજ્ય મંત્રી શમા ઓબેદ ઇસ્લામે એક સનસનાટીભર્યા નિવેદનમાં જણાવ્યું છે કે હસીનાને ઢાકા પરત લાવવા માટે ભારત સરકારના રાજકીય, રાજદ્વારી અને તમામ પ્રકારના સહયોગની તાતી જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૪ થી ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ આ વર્ષના અંત સુધીમાં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફરશે.

શેખ હસીનાને ઢાકામાં થઈ ચૂકી છે ફાંસીની સજા

બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદેશ રાજ્ય મંત્રી શમા ઓબેદે ગુરુવારે ઢાકામાં પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, "બાંગ્લાદેશ સરકારે શેખ હસીના અને ભારત સ્થિત એવા તમામ લોકો અંગે નવી દિલ્હીને સત્તાવાર પત્રો મોકલ્યા છે, જેમની સામે ગુના સાબિત થયા છે અથવા મુકદ્દમો ચલાવવાનો બાકી છે. અમને આશા છે કે ભારત સરકાર આ પત્રોનો સકારાત્મક જવાબ આપશે અને તેમની ઢાકા વાપસીની વ્યવસ્થા કરશે. શેખ હસીનાને બાંગ્લાદેશની કોર્ટે મૃત્યુદંડની (ફાંસીની સજા) સંભળાવી દીધી છે, તેથી તેમની પાસે શરણાગતિ (Surrender) કરવાનો કોઈ કાનૂની મોકો નથી. તેઓ જેવા બાંગ્લાદેશ આવશે કે તુરંત તેમની ધરપકડ કરવામાં આવશે."

તેમણે ઉમેર્યું કે, હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારો ન્યાય ઈચ્છે છે અને આ બાબત બાંગ્લાદેશના લોકો અને લોકશાહી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

પ્રત્યાર્પણ સંધિ (Extradition Treaty) હેઠળ વાતચીત ચાલુ

શમા ઓબેદે ખુલાસો કર્યો કે શેખ હસીના અને હાદી હત્યાકાંડના અન્ય આરોપીઓને પરત લાવવા માટે ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ હેઠળ સત્તાવાર વાતચીત ચાલી રહી છે. તેમણે દાવો કર્યો કે શેખ હસીના કોઈપણ સત્તાવાર કાનૂની દરજ્જા વિના ભારતમાં રહી રહ્યા છે અને સરકાર તેમને કાયદાનો સામનો કરવા પાછા લાવવા માટે સંપૂર્ણ પ્રામાણિકતાથી પ્રયાસ કરી રહી છે.

બીજી તરફ, આ સંવેદનશીલ મુદ્દે ભારત સરકારનું વલણ અત્યાર સુધી ખૂબ જ સંતુલિત અને મર્યાદિત રહ્યું છે. ભારતે બાંગ્લાદેશ તરફથી મળેલા પત્રો કે નિવેદનો પર કોઈ ઉતાવળિયો કે સક્રિય પ્રતિભાવ આપવાનું ટાળ્યું છે.

ભારત-બાંગ્લાદેશના સંબંધો પર નહીં પડે કોઈ અસર

વિદેશ રાજ્ય મંત્રીએ એ વાતનો સખત ઈનકાર કર્યો હતો કે શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મધુર સંબંધોમાં આડખીલી બનશે. તેમણે સ્પષ્ટ કર્યું કે બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પોતાની જગ્યાએ અકબંધ રહેશે. આ દ્વિપક્ષીય સંબંધો બહુઆયામી હોય છે અને પરસ્પર આદાનપ્રદાન ચાલુ રહેશે.

પુરાવા તરીકે તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશના વડાપ્રધાનના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર (રિટાયર્ડ) એકેએમ શમસુલ ઇસ્લામ ટૂંક સમયમાં જ દિલ્હીમાં યોજાનારી BIMSTEC રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેની નિયમિત રાજદ્વારી પ્રક્રિયાઓ અટકશે નહીં.

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...