International: Su-57 ની ખુલી ગઈ પોલ? યુક્રેને 3000 કિમી અંદર ઘૂસી રિફાઇનરી ઉડાવી, ડ્રોન હુમલો રોકવામાં રશિયન સ્ટીલ્થ જેટ નિષ્ફળ
છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાએ પોતાના સૌથી આધુનિક પાંચમી પેઢીના (5th Generation) સ્ટીલ્થ ફાઇટર જેટ Su-57 નો ખૂબ જ મર્યાદિત ઉપયોગ કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે રશિયા આ મોંઘા જેટને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માંગે છે, તેથી તે યુદ્ધમાં તેને કોઈ નુકસાન પહોંચાડી તેની શાખ બગાડવા નહોતું માંગતું. પરંતુ, હવે યુક્રેનિયન મીડિયાના અહેવાલો અનુસાર, રશિયાએ ડ્રોન હુમલા રોકવા માટે Su-57 નો ઉપયોગ શરૂ કરી દીધો છે, જ્યાં તેને મોટી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે.
૩૦૦૦ કિલોમીટર અંદર ઘૂસીને યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
'કીવ પોસ્ટ' ના અહેવાલ મુજબ, ૬ જુલાઈના રોજ રશિયાના ઓમ્સ્ક (Omsk) ઓઈલ રિફાઈનરી પર યુક્રેનિયન ડ્રોન દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો યુક્રેનની સરહદથી રશિયાની અંદર ૩,૦૦૦ કિલોમીટર કરતાં પણ વધુ અંતરે કરવામાં આવ્યો હતો, જે યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી ઊંડો ડ્રોન હુમલો છે.
Russia’s modern Su-57 fighters, which the Kremlin presents as 5th-generation aircraft, tried to shoot down Ukrainian drones over Omsk, but failed. pic.twitter.com/NYomXqYuP6
— Visegrád 24 (@visegrad24) July 6, 2026
આ હુમલાને રોકવા માટે રશિયાએ પોતાના સુપર એડવાન્સ Su-57 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં દેખાય છે કે Su-57 જેટ ઓઈલ રિફાઈનરીની ઉપરથી ઝડપથી પસાર થઈને ડ્રોનને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે નાકામ સાબિત થાય છે.
માત્ર એક જ ડ્રોન પાડી શક્યું, બાકીના ત્રાટક્યા લક્ષ્ય પર
યુક્રેનની મોનિટરિંગ ચેનલ 'Exilenova+' ના જણાવ્યા અનુસાર, રશિયન ફાઇટર જેટ માત્ર એક જ ડ્રોનને તોડી પાડવામાં સફળ રહ્યું હતું, જ્યારે બાકીના ડ્રોન સીધા પોતાના ટાર્ગેટ પર ત્રાટક્યા હતા. રોયટર્સના અહેવાલ મુજબ, આ ભયાનક ડ્રોન હુમલા બાદ ઓમ્સ્ક પ્લાન્ટમાં કામકાજ સંપૂર્ણપણે રોકી દેવું પડ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે, રશિયા તેના સૌથી અત્યાધુનિક જેટને ફ્રન્ટ લાઇનથી ૩,૦૦૦ કિમી દૂર તૈનાત રાખી રહ્યું છે, જે દર્શાવે છે કે મોસ્કો હજુ પણ આ જેટને ઉચ્ચ જોખમવાળા યુદ્ધ ક્ષેત્રમાં મોકલતા ડરી રહ્યું છે. તાજેતરની તસવીરોમાં જોવા મળ્યું છે કે Su-57 ના પાંખો (Wigs) પર R-73 એર-ટુ-એર મિસાઇલો લગાવવામાં આવી છે, જેના કારણે તેની સ્ટીલ્થ (રડારથી બચવાની) ક્ષમતા જોખમમાં મૂકાઈ જાય છે.
ટેકનોલોજીથી સજ્જ હોવા છતાં કેમ થઈ નિષ્ફળતા?
ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો Su-57 એ રશિયાનું એકમાત્ર એવું ફાઇટર જેટ છે જેમાં એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (AESA) રડાર લાગેલું છે, જે ડ્રોન અને ક્રુઝ મિસાઈલને ટ્રેક કરવામાં બેસ્ટ ગણાય છે. આ ઉપરાંત તેમાં ઇન્ફ્રારેડ સર્ચ-એન્ડ-ટ્રેક (IRST) સેન્સર પણ છે, જે ઓછા રડાર સિગ્નેચરવાળા નાના અને ધીમા ડ્રોનને પકડવા માટે સક્ષમ છે.
આટલી સુવિધાઓ હોવા છતાં રશિયા આ મોટા હુમલાને રોકી શક્યું નથી, જે સુપર પાવર રશિયાની સંરક્ષણ પ્રણાલી પર સવાલો ઉભા કરે છે. બીજી એક મોટી સમસ્યા એ છે કે રશિયા પાસે હાલમાં માત્ર ૩૦ જેટલા જ ઓપરેશનલ Su-57 જેટ ઉપલબ્ધ છે. રશિયાનો પ્લાન્ટ ૨૦૨૭ સુધીમાં વધુ ૭૬ જેટ બનાવવાનો છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં આ સ્ટીલ્થ જેટ ડ્રોન યુદ્ધ સામે કેટલું કારગત નીવડશે તે અંગે શંકાઓ સેવાઈ રહી છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...