International: પાકિસ્તાનનું 'ઇસ્લામિક નાટો' બનાવવાનું સપનું સાકાર થવાના પંથે! તુર્કી સાથે કરશે મોટો સંરક્ષણ કરાર, ભારત-ઇઝરાયેલ ગઠબંધનનો ડર?
પરમાણુ હથિયારોથી સજ્જ પાકિસ્તાનનો અરબ દેશો સાથે મળીને એક મજબૂત 'ઇસ્લામિક નાટો' બનાવવાનો પ્લાન હવે સાકાર થતો દેખાઈ રહ્યો છે. સાઉદી અરેબિયા બાદ હવે પાકિસ્તાન તુર્કી સાથે પણ એક વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર (Strategic Mutual Defense Pact) કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર તુર્કીના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ સંરક્ષણ ગઠબંધનમાં સામેલ થવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.
શું છે R-4 ગ્રુપ અને 'ઇસ્લામિક નાટો' નો પ્લાન?
ગુપ્તચર અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના નેતૃત્વમાં આ ગઠબંધન આકાર લઈ રહ્યું છે, જેને 'R-4 ગ્રુપ' નામ આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં મુખ્યત્વે ૪ દેશો સામેલ થશે: ૧. પાકિસ્તાન ૨. તુર્કી ૩. સાઉદી અરેબિયા ૪. ઇજિપ્ત (મિસ્ર)
આ પ્રસ્તાવિત બ્લોક પશ્ચિમી દેશોના સંગઠન 'નાટો' (NATO) ના સામૂહિક સુરક્ષાના સિદ્ધાંત પર જ કામ કરશે. જેનો અર્થ એ છે કે આ ૪ દેશોમાંથી કોઈ એક દેશ પર પણ જો કોઈ સંકટ કે જોખમ આવશે, તો તેને આખા સમૂહ પરનું સંકટ માનવામાં આવશે અને ચારેય દેશો સાથે મળીને તેનો સામનો કરશે.
સાઉદી પાસે 'પૈસા' અને પાકિસ્તાન પાસે 'પરમાણુ છત્રી'
હાલમાં સાઉદી અરેબિયા ઈરાન અને તેના સમર્થિત હૂતી બળવાખોરોના હુમલાનો સામનો કરી રહ્યું છે. આ જ કારણે સાઉદી અરેબિયાએ વર્ષ ૨૦૨૫ માં પાકિસ્તાન સાથે પરસ્પર સંરક્ષણ કરાર કર્યો હતો. હાલમાં ૧૦,૦૦0 થી વધુ પાકિસ્તાની સૈનિકો અને ફાઇટર જેટ્સ સાઉદી અરેબિયાની સુરક્ષામાં તૈનાત છે, જેના બદલામાં કંગાળ પાકિસ્તાનને સાઉદી તરફથી મોટું ફંડ મળી રહ્યું છે. સાઉદીનો દાવો છે કે તે હવે પાકિસ્તાનની પરમાણુ છત્રી (Nuclear Umbrella) હેઠળ સુરક્ષિત છે.
તુર્કીને દેખાઈ રહ્યો છે હથિયારો વેચવાનો મોટો બિઝનેસ
ડ્રોન સુપરપાવર ગણાતું તુર્કી આ ત્રિપક્ષીય સુરક્ષા ગઠબંધનમાં જોડાઈને મોટો આર્થિક ફાયદો મેળવવા માંગે છે. તુર્કી અગાઉ પણ પાકિસ્તાનને યુદ્ધ જહાજો, કિલર ડ્રોન અને મિસાઈલો વેચી ચૂક્યું છે અને તેના F-16 ફાઈટર જેટ્સને અપગ્રેડ કરીને કરોડો રૂપિયા કમાયું છે. હવે તુર્કી તેનું અત્યાધુનિક 'કાન' (KAAN) ફાઇટર જેટ પણ પાકિસ્તાન અને સાઉદીને વેચવાની પેરવીમાં છે.
ભારત-ઇઝરાયેલ-UAE ગઠબંધનનો ફફડાટ
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ R-4 ગ્રુપની નજર ભારત, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઇઝરાયેલ વચ્ચે વધી રહેલી ગાઢ મિત્રતા અને વ્યૂહાત્મક ગઠબંધન પર પણ છે. ઇઝરાયેલની વધી રહેલી સૈન્ય તાકાત અને મધ્ય-પૂર્વમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોની નબળી પડતી સુરક્ષા ગેરંટી વચ્ચે આ મુસ્લિમ દેશો પશ્ચિમ એશિયામાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે આ નવું સૈન્ય ગઠબંધન રચી રહ્યા છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...