International: હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન અને ઓમાન વચ્ચે ડીલ અંતિમ તબક્કામાં, જહાજો પર લાગશે સર્વિસ ફી
ઈરાને જાહેરાત કરી છે કે હોર્મુઝ જળડમરુમધ્ય (Strait of Hormuz) ને લઈને ઓમાન સાથે એક સમજૂતીનો ડ્રાફ્ટ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ મહત્વપૂર્ણ ઊર્જા જળમાર્ગ ફરી ખુલવાથી વૈશ્વિક અર્થતંત્ર પરનું દબાણ ઘટી શકે છે. આ અગાઉ ગત અઠવાડિયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં સમજૂતીની જાહેરાત થઈ શકે છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ એવા કોઈ પણ કરારને ફગાવી દીધો છે જેનાથી આ જળમાર્ગ પર ઈરાનનું નિયંત્રણ વધુ મજબૂત થાય.
હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખવા ઈરાન મક્કમ
ઈરાને હોર્મુઝ જળડમરુમધ્ય પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા પર ભાર મૂક્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હવે યુદ્ધ પહેલાની સ્થિતિમાં પાછો નહીં ફરે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન સામે સૈન્ય કારવાઈ શરૂ કરાયા બાદથી તેહરાને આ જળમાર્ગ પર વ્યવહારુ નિયંત્રણ મેળવી લીધું છે.
ઈરાન અને ઓમાન ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડી શકે છે
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકેઈએ જણાવ્યું હતું કે, ઓમાન સાથેનો કરાર ડ્રાફ્ટિંગના આખરી તબક્કામાં છે. અમેરિકા તરફ ઈશારો કરતા તેમણે ઉમેર્યું કે જો અમુક પક્ષો આ પ્રક્રિયામાં વિક્ષેપ નહીં ઊભો કરે તો બંને દેશો દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે.
બાકેઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, જો કોઈ કરાર થઈ જાય તો પણ તેનો અર્થ એ નથી કે આ જળમાર્ગમાંથી પસાર થતા તમામ જહાજો માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન અને ઓમાન વચ્ચેની આ ડીલના ડ્રાફ્ટને ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની આખરી મંજૂરી મળવાની બાકી છે.
પસાર થતા જહાજોએ ચૂકવવી પડશે સર્વિસ ફી
અહેવાલો મુજબ, આ સંભવિત ડીલથી અમેરિકા અને ઈરાન વચ્ચે તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર ફરીથી વાટાઘાટો શરૂ કરવાનો માર્ગ મોકળો થશે. સંભવિત સમજૂતી હેઠળ, જહાજો ઈરાનના નિયંત્રણવાળા માર્ગેથી પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી)માં પ્રવેશ કરશે અને ઓમાનના નિયંત્રણવાળા માર્ગેથી બહાર નીકળશે. આ માટે જહાજો પાસેથી કોઈ ટોલ ટેક્સ વસૂલવામાં નહીં આવે, પરંતુ સુરક્ષા પૂરી પાડવા અને દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે 'સર્વિસ ફી' લેવામાં આવશે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...