Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

INTERNATIONAL: 'આપણે પીએમ મોદી સાથે હાથ મિલાવવા તરસી રહ્યા છીએ', શાહબાઝ શરીફના સલાહકારનું પાકિસ્તાન અંગે મોટું નિવેદન

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સલાહકાર રાણા સનાઉલ્લાહ ખાને ભારત સાથેના સંબંધોને લઈને એક અત્યંત ચોંકાવનારું અને મોટું નિવેદન આપ્યું છે. રાણા સનાઉલ્લાહે ભારત સાથેના સંબંધો બગાડવા માટે અન્ય કોઈને નહીં પરંતુ ખુદ પાકિસ્તાનને જ જવાબદાર ઠેરવ્યું છે. પાકિસ્તાની ટીવી ચેનલ પર એક ચર્ચા દરમિયાન તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન પાસે ભારત સાથે મિત્રતા કરવાની અને કાશ્મીર સહિતના તમામ મુદ્દા ઉકેલવાની સુવર્ણ તક હતી, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીનો આંધળો વિરોધ કરવાની લ્હાયમાં પાકિસ્તાને બધું જ ગુમાવી દીધું. તેમણે વસવસો વ્યક્ત કરતા કહ્યું કે, "આજે પીએમ મોદી આપણો ફોન પણ નથી ઉપાડતા, તો તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ."

'બેકડોર ડિપ્લોમેસી' પર કર્યો મોટો ખુલાસો

પાકિસ્તાનની પ્રખ્યાત 'સમા ટીવી' (Samaa TV) ના એક કાર્યક્રમ દરમિયાન રાણા સનાઉલ્લાહે વર્ષ ૨૦૧૫ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક થયેલી લાહોર યાત્રા તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે પાકિસ્તાન પાસે ઈતિહાસ બદલવાની બહુ મોટી તક હતી. જ્યારે એન્કર દ્વારા પૂછવામાં આવ્યું કે, શું અત્યારે ઈસ્લામાબાદ 'ટ્રેક ૨ ડિપ્લોમેસી' (Track 2 Diplomacy) દ્વારા નવી દિલ્હી (ભારત) નો સંપર્ક સાધી રહ્યું છે? ત્યારે વડાપ્રધાનના સલાહકારે આ વાતની કબૂલાત કરી અને જણાવ્યું કે બંને દેશો વચ્ચે બેકડોર ડિપ્લોમેસી (ગુપ્ત વાટાઘાટો) ક્યારેય સંપૂર્ણપણે બંધ થઈ જ નથી. નવાઝ શરીફના કાર્યકાળમાં પ્રાદેશિક શાંતિ માટે ખૂબ જ સાનુકૂળ વાતાવરણ સર્જાયું હતું.

પાકિસ્તાનમાં પીએમ મોદીનો ડર

જ્યારે એન્કરે સવાલ કર્યો કે પાકિસ્તાનમાં તમારા પક્ષ (PML-N) પર હંમેશા મોદી સાથે મિત્રતા વધારવાના આરોપો લાગે છે, ત્યારે રાણા સનાઉલ્લાહે તેને પાકિસ્તાનની કમનસીબી ગણાવી હતી. તેમણે પાકિસ્તાની નેતાઓની બેવડી નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, "આપણા દેશમાં લોકો કહે છે કે મોટી આફત આવી ગઈ છે, મોદી આપણી વાત સાંભળી રહ્યા નથી. મોદી શાંત છે, ખબર નહીં હવે શું કરી દેશે! આપણા પર કોઈ મિસાઈલ હુમલો ન થઈ જાય! અને બીજી તરફ જ્યારે તેઓ (પીએમ મોદી) પોતે ચાલીને આપણા ઘરે (લાહોર) આવે છે, ત્યારે તમે તેમને ગાળો આપો છો અને વિરોધ પ્રદર્શનો કરો છો."

તેમણે આગળ ઉમેર્યું કે, "આ કેટલી મોટી કમનસીબી છે કે જે વ્યક્તિ સાથે હાથ મિલાવવા માટે તમે પાછળથી તરસી રહ્યા છો, તે જ્યારે સંબંધ સુધારવા તમારા ઘરે આવે ત્યારે તમે તેમનું અપમાન કરો છો."

'ભારત સાથે દોસ્તી હોત તો IMF સામે ભીખ ન માગવી પડત'

રાણા સનાઉલ્લાહે પાકિસ્તાની સિસ્ટમને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને પોતાના ભૂતકાળમાંથી સબક શીખવાની જરૂર હતી, પરંતુ અમે યોગ્ય સમય ગુમાવી દીધો. જો તે સમયે ભારત સાથે વાતચીત આગળ વધી હોત, તો આજે આ સમગ્ર એશિયા ક્ષેત્રમાં શાંતિ હોત. તેમણે પાકિસ્તાનની કંગાળ આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સારા હોત તો આજે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) ના ઉંબરા સુધી ભીખ માંગવા જવું ન પડત અને ન તો દેશે આટલી મોટી આર્થિક કટોકટી અને મોંઘવારીનો સામનો કરવો પડત.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...