Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

INTERNATIONAL: UNમાં ભારતને ઘેરવા પાકિસ્તાને વિચાર્યો 'આર્ટિકલ 96'નો દાવ; હાર્વર્ડના પાકિસ્તાની એક્સપર્ટે આપી સલાહ

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ઘેરવા માટે પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના 'આર્ટિકલ 96' (Article 96) નો ઉપયોગ કરે તેવી સલાહ સામે આવી છે. આ આક્રમક સલાહ પાકિસ્તાનના જાણીતા આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત અને હાર્વર્ડ ગ્રેજ્યુએટ હસન અસલમ શાદે શાહબાઝ શરીફ સરકારને આપી છે. તાજેતરમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં મધ્યસ્થતાની ભૂમિકા ભજવ્યા બાદ પાકિસ્તાની વિશ્લેષકો ભારે ઉત્સાહમાં છે અને તેઓ વૈશ્વિક સ્તરે પોતાનું રાજદ્વારી કદ વધ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

હસન અસલમ શાદે પાકિસ્તાનના પ્રખ્યાત અખબાર 'ડૉન' (Dawn) માં એક લેખ લખ્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવામાં પાકિસ્તાનની ભૂમિકાને કારણે વિશ્વભરના દેશોનો પાકિસ્તાન પ્રત્યેનો નજરિયો બદલાયો છે. તેથી, હવે કાશ્મીર મુદ્દે પરંપરાગત રીત છોડીને અલગ રીતે વિચારવાનો અને ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય લોકમત ઊભો કરવાનો આ યોગ્ય સમય છે.

ભારત સામે 'લોફેર સ્ટ્રેટેજી' અપનાવવાની આપી સલાહ

પાકિસ્તાની એક્સપર્ટના મતે, પાકિસ્તાને ભારત વિરુદ્ધ 'લોફેર સ્ટ્રેટેજી' (Lawfare Strategy - કાયદાકીય યુદ્ધ) નો ઉપયોગ કરવો જોઈએ. કાયદાકીય આયોજનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાયેલા પગલાં વૈશ્વિક સ્તરે ચર્ચાની દિશા બદલી શકે છે. આ માટે તેમણે 'ચાગોસ ટાપુ' (Chagos Islands) નું ઉદાહરણ આપ્યું છે, જેના કારણે આખરે બ્રિટનને આ ટાપુ મોરેશિયસને પરત સોંપવાની ફરજ પડી હતી.

વર્ષ ૨૦૧૯ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ આ ટાપુ અંગે 'ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ' (ICJ) પાસે કાયદાકીય સલાહ માંગી હતી. જો કે આ સલાહ માનવી બંધનકર્તા નહોતી, છતાં તેનાથી બ્રિટન પર ભારે વૈશ્વિક દબાણ ઊભું થયું હતું. શાહબાઝ શરીફ સરકારે કાશ્મીર મુદ્દે પણ ભારત સામે આ જ વ્યૂહરચના અપનાવવી જોઈએ.

શું છે UN ચાર્ટરનો 'આર્ટિકલ 96'?

લેખમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પાસે અત્યાર સુધી એવી કોઈ નક્કર આંતરરાષ્ટ્રીય કાયદાકીય વ્યૂહરચના નથી જે કાશ્મીર ચર્ચાનો રૂખ બદલી શકે. આ માટે તેમણે UN ચાર્ટરના આર્ટિકલ 96 નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપ્યો છે.

આ કલમ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને કોઈપણ વિવાદિત મુદ્દે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) પાસે 'એડવાઇઝરી ઓપિનિયન' (સલાહકાર અભિપ્રાય) માંગવાનો વિશેષ અધિકાર છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રક્રિયા માટે યુએન સુરક્ષા પરિષદ (UNSC) ની મંજૂરીની જરૂર પડતી નથી, જેના કારણે કોઈ પણ મહાસત્તા પોતાની 'વીટો' (Veto) પાવરનો ઉપયોગ કરીને તેને રોકી શકશે નહીં. પાકિસ્તાન માટે ભારતને આંતરરાષ્ટ્રીય કાયદાની જાળમાં ફસાવવાનો આ એક સરળ રસ્તો છે.

શું આનાથી કાશ્મીર વિવાદ ઉકલી જશે?

પાકિસ્તાની એક્સપર્ટે પોતે જ સ્વીકાર્યું છે કે, શું ICJ ની સલાહથી કાશ્મીર વિવાદ રાતોરાત ઉકલી જશે? ના, બિલકુલ નહીં. પરંતુ આ રણનીતિનો મુખ્ય હેતુ ભારત પર રાજદ્વારી દબાણ વધારવાનો અને આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દાને એવી રીતે જીવંત કરવાનો છે કે ભારત માટે તેનો બચાવ કરવો મુશ્કેલ બને.

જો કે, ભારત આ પ્રકારના કોઈપણ પગલાનો વૈશ્વિક મંચ પર જોરદાર વિરોધ કરશે અને કાશ્મીરને હંમેશાની જેમ દ્વિપક્ષીય (બંને દેશોનો આંતરિક) મામલો ગણાવશે. પરંતુ પાકિસ્તાન આ કાયદાકીય દાવપેચ દ્વારા અન્ય દેશોને ભારતની વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે મજબૂર કરવા માંગે છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...