Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: ઈરાની હુમલામાં વધુ 1 અમેરિકી સૈનિકનું મોત, મૃત્યુઆંક 17 થયો: US આર્મીએ ઈરાન પર સતત 9મી રાત્રે કરી બોમ્બમારો

ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષમાં વધુ એક અમેરિકી સૈનિકનું મોત થયું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) એ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઉત્તરી ઈરાકમાં ઈરાનના એક તોડી પાડેલા ડ્રોનના વિસ્ફોટકોને નિષ્ક્રિય કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ સાથે જ ફેબ્રુઆરીના અંતમાં ઈરાન સાથે શરૂ થયેલા સૈન્ય સંઘર્ષમાં શહીદ થયેલા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. આ ઘટનામાં એક જવાન ઈજાગ્રસ્ત પણ થયો છે.

ઉત્તરી ઈરાકમાં કેવી રીતે ઘટી ઘટના?

US સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે:

"ઉત્તરી ઈરાકમાં ઈરાનના તોડી પાડેલા 'વન-વે-એટેક ડ્રોન'ના વિસ્ફોટકોને કંટ્રોલ્ડ પદ્ધતિથી નષ્ટ કરતી વખતે આ દુર્ઘટના બની હતી. જેમાં સેનાના એક જવાને જીવ ગુમાવ્યો છે."

આ ઘટના બાદ મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

અમેરિકાની ઈરાન પર સતત ૯મી રાત્રે એરસ્ટ્રાઈક

અમેરિકી સૈનિકના મોત બાદ US આર્મીએ ઈરાન વિરુદ્ધ પોતાના હુમલા વધુ તેજ બનાવી દીધા છે. અમેરિકાએ ઈરાન પર સતત 9મી રાત્રે ભારે બોમ્બમારો કર્યો છે. ઈરાની મીડિયા અહેવાલો મુજબ રાત્રે ૨:૩૦ વાગ્યાની આસપાસ અનેક વિસ્તારોમાં ભયાનક ધમાકા સંભળાયા હતા.

ક્ષેત્ર / સ્થળ વર્તમાન સ્થિતિ અને સૈન્ય કાર્યવાહી
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) US સેન્ટ્રલ કમાન્ડ મુજબ, આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની એ સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે, જેનો ઉપયોગ કોમર્શિયલ જહાજો પર હુમલા માટે થાય છે.
જોર્ડન સરહદ જોર્ડનમાં ઈરાની હુમલા બાદ ગાયબ થયેલા સૈનિકના અવશેષો મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે.
ઈરાનનું નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાએ સૈન્ય ઠેકાણાઓ ઉપરાંત બ્રિજ, વોટર પ્લાન્ટ અને વીજળી સુવિધાઓ જેવા નાગરિક માળખાને પણ નિશાન બનાવ્યા છે.
મધ્ય પૂર્વના સહયોગી દેશો કુવૈત, જોર્ડન, બહેરીન અને કતારે ઈરાની મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડવા પોતાના એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કર્યા છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા આ યુદ્ધ જેવા વાતાવરણને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...