International: યુક્રેને ફ્રાન્સ પાસેથી ખરીદ્યા 16 રાફેલ વિમાન, રશિયાના Su-57 સ્ટીલ્થ જેટ સાથે થશે સીધી ટક્કર; જાણો કયું ફાઈટર જેટ પડશે ભારે?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂતકાળમાં પાકિસ્તાન સામેના ઓપરેશનમાં શાનદાર પ્રદર્શન કરનાર ફ્રાન્સના શક્તિશાળી 'રાફેલ' (Rafale) ફાઈટર જેટથી હવે યુક્રેનની સેના પણ સજ્જ થવા જઈ રહી છે. ફ્રાન્સ સરકારના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે યુક્રેનને ૧૬ અત્યાધુનિક રાફેલ F-4 કેટેગરીના ફાઈટર જેટ સપ્લાય કરવામાં આવશે.
આ યુદ્ધ વિમાનો યુક્રેનની સેનાને વર્ષ ૨૦૨૮ થી ૨૦૨૯ વચ્ચે મળશે. ફ્રાન્સ અને યુક્રેન વચ્ચે વર્ષ ૨૦૨૫ માં થયેલા સંરક્ષણ ભાગીદારી કરાર હેઠળ આ પ્રથમ મોટી ડીલ છે, જે ૨૦૩૫ સુધીમાં ૧૦૦ રાફેલ જેટ સુધી પહોંચી શકે છે. યુક્રેનની ધરતી પર રાફેલની સીધી ટક્કર રશિયાના પાંચમી પેઢીના ઘાતક ફાઈટર જેટ સુખોઈ-૫૭ (Sukhoi-57) સાથે થશે.
સુખોઈ-૫૭ સામે રાફેલ કેટલું શક્તિશાળી?
સંરક્ષણ નિષ્ણાતોના મતે, રશિયાનું સુખોઈ-૫૭ એ 5th Generation (પાંચમી પેઢીનું) સ્ટીલ્થ ફાઈટર જેટ છે, જે રાફેલ કરતાં વધુ શક્તિશાળી રડાર, વધુ ઈંધણ ક્ષમતા અને મોટી માત્રામાં બોમ્બ તેમજ મિસાઈલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. હવામાંથી હવામાં હુમલો કરવાની બાબતમાં પણ સુખોઈ-૫૭ રાફેલ કરતાં આગળ છે.
તેમ છતાં, રાફેલ જેટ સમગ્ર રશિયન વાયુસેના માટે મોટો ખતરો સાબિત થશે. હાલમાં યુક્રેન જૂના એફ-૧૬ અને મિરાજ-૨૦૦૦ જેવા વિમાનો ઉડાવી રહ્યું છે, જેની સરખામણીએ રાફેલના આવવાથી યુક્રેનની તાકાતમાં જબરદસ્ત વધારો થશે.
બંને વિમાનો સાથે ભારતનું મોટું કનેક્શન
ભારત આ બંને ફાઈટર જેટ્સના કેન્દ્રમાં છે, જેના કારણે વૈશ્વિક સ્તરે આ ડીલ પર નજર રાખવામાં આવી રહી છે:
રાફેલ અને ભારત: ભારતીય વાયુસેના (IAF) પાસે ઓલરેડી રાફેલ વિમાનો છે. આ ઉપરાંત ભારત ફ્રાન્સ પાસેથી વધુ ૧૦૦ રાફેલ ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે. જો કે, અત્યારે સોર્સ કોડ, કિંમત અને ટેક્નોલોજી ટ્રાન્સફર (ભારતમાં જ વિમાન બનાવવા) ની શરતોને લીધે વાતચીત ચાલી રહી છે.
સુખોઈ-૫૭ અને ભારત: બીજી તરફ, રશિયાએ ભારતને તેના સૌથી આધુનિક સુખોઈ-૫૭ સ્ટીલ્થ જેટની ઓફર કરી છે. રશિયા ભારતને સંપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે આ વિમાનો ભારતમાં જ ઉત્પાદિત કરવા માટે તૈયાર છે, જેને લઈને બંને દેશો વચ્ચે ગંભીર મંત્રણા ચાલી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે વર્ષ ૨૦૨૮માં જ્યારે રાફેલ યુક્રેનના આકાશમાં ઉડશે, ત્યારે રશિયાના સુખોઈ વિમાનો સામે તે કેટલું ટકી શકશે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...