સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો ખુલાસો :: કમિશનરની કથિત વોટ્સએપ ચેટ સામે આવી, ‘Complete this ASAP’ મેસેજથી ઉઠ્યા અનેક સવાલો
સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે હવે એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગેરકાયદે ડિમોલિશનના આક્ષેપો વચ્ચે સુરત મહાનગરપાલિકાના સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સમગ્ર મામલે ચોંકાવનારા દાવા કર્યા છે. સુજલ પ્રજાપતિના દાવા મુજબ, નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કામગીરી કોઈ સ્થાનિક અધિકારીનો એકતરફી નિર્ણય નહોતો, પરંતુ સમગ્ર પ્રક્રિયા ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચનાઓ બાદ કરવામાં આવી હતી. આ સાથે તેમણે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સાથે થયેલી કથિત વોટ્સએપ ચેટ, વીડિયો અને અન્ય પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
21 મેના રોજ જ રચાઈ હતી ડિમોલિશનની યોજના, કથિત ચેટથી થયો ખુલાસો
સુજલ પ્રજાપતિના સોગંદનામા પ્રમાણે નાસીરનગર ડિમોલિશનની કામગીરીની શરૂઆત 21 મે, 2026ના રોજ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સવારે 11:01 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડેડ મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં વોર્ડ નંબર 7માં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીકની સિટી સર્વે નંબર 1267/1, 1267/2 અને 1267/3 વાળી જમીન અંગે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી.
કથિત મેસેજમાં 40 ફૂટનો ટીપી રોડ ખુલ્લો કરવા અને રસ્તામાં થયેલા દબાણ દૂર કરવા માટે સુજલ પ્રજાપતિને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી. આ મેસેજ મળ્યા બાદ ગણતરીની ક્ષણોમાં જ કમિશનર દ્વારા અંગ્રેજીમાં "Complete this ASAP" લખવામાં આવ્યું હતું. એટલે કે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના જવાબમાં સુજલ પ્રજાપતિએ "જી સર" કહીને જવાબ આપ્યો હોવાનું સોગંદનામામાં જણાવાયું છે.
કમિશનરે સેન્ટ્રલ ઝોન સાથે સંકલન કરવા આપ્યો હતો આદેશ
કથિત વોટ્સએપ ચેટમાં આગળ પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને સેન્ટ્રલ ઝોન સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરવા જણાવાયું હતું.
આ ચેટ સામે આવ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે કમિશનરને જે ફોરવર્ડેડ મેસેજ મળ્યો હતો તે મૂળ મેસેજ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો? કારણ કે કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને મોકલવામાં આવેલો મેસેજ ફોરવર્ડેડ હોવાનું સામે આવ્યું છે. આ મેસેજનો સ્ત્રોત હાલ તપાસનો વિષય બન્યો છે.
ડિમોલિશનના એક દિવસ પહેલા PDF ફાઈલ મોકલાઈ હોવાનો દાવો
સુજલ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, ડિમોલિશનના એક દિવસ પહેલા એટલે કે 29 મેના રોજ પણ કમિશનર દ્વારા "રોડ સરફેસ" નામની મહત્વની PDF ફાઈલ વોટ્સએપ મારફતે મોકલવામાં આવી હતી. આ ફાઈલને ઓપરેશન માટેની તૈયારી અને મંજૂરી સાથે જોડવામાં આવી રહી છે. 30 મેના રોજ નાસીરનગર વિસ્તારમાં મનપાના દળ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અનેક બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ આ સમગ્ર કાર્યવાહી વિવાદમાં આવી હતી.
ડિમોલિશન પૂર્ણ થયા બાદ વીડિયો મોકલાયો, કમિશનરે આપ્યો 'OK'નો જવાબ
સુજલ પ્રજાપતિના સોગંદનામા મુજબ, 30 મેના રોજ ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યે તેમણે કમિશનરને કામગીરી બાદના વીડિયો મોકલ્યા હતા. આ વીડિયોની સાથે તેમણે માત્ર "After" લખ્યું હતું. દાવા પ્રમાણે, વીડિયો જોયા બાદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા "OK"નો જવાબ આપવામાં આવ્યો હતો. હવે આ જવાબ પણ તપાસનો મહત્વનો મુદ્દો બની ગયો છે, કારણ કે સુજલ પ્રજાપતિનો દાવો છે કે કમિશનરને ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયાની જાણકારી હતી.
વિવાદ વધ્યા બાદ પણ સંપર્ક ચાલુ હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ
નાસીરનગર ડિમોલિશન બાદ મામલો રાજકીય અને સામાજિક રીતે ગરમાયો હતો. તેમ છતાં કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સુજલ પ્રજાપતિએ જણાવ્યું છે કે 2 જૂન, 6 જૂન અને 7 જૂનના રોજ પણ કમિશનર તરફથી ફોન કોલ આવ્યા હતા. આ દરમિયાન કમિશનર દ્વારા કેટલાક સમાચાર અહેવાલોની લિંક્સ પણ મોકલવામાં આવી હતી. જેમાં ડિમોલિશન થયેલી જમીનના માલિકના નિવેદન સાથે જોડાયેલી માહિતી હતી.
જૂન મહિનામાં વારંવાર કોલ અને મેસેજથી ડેમેજ કંટ્રોલનો પ્રયાસ?
સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે, જૂન મહિનામાં પણ કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચે સતત વાતચીત થઈ હતી. 7 જૂન બાદ પણ મહત્વપૂર્ણ મેસેજ મોકલવામાં આવ્યા હતા. 9 જૂનના રોજ વોટ્સએપ કોલ અને 10 જૂનના રોજ ગ્રુપ કોલ કરવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું વિવાદ વધ્યા બાદ સમગ્ર મામલાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો કે કેમ?
14 જૂન બાદ અંતર વધ્યું, જવાબ ન મળતા સુજલે કરી રજૂઆત
સુજલ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, 14 જૂન સુધી કમિશનર તરફથી સતત માર્ગદર્શન અને અપડેટ લેવામાં આવી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
સુજલ પ્રજાપતિએ જણાવ્યું કે 15 જૂનથી 27 જૂન દરમિયાન તેમણે કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક કોલમાં વાત થઈ હતી, પરંતુ બાદમાં જવાબ મળ્યો નહોતો. 27 જૂને તેમણે કમિશનરને મેસેજ કરીને લખ્યું હતું કે કોઈપણ ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા અને તેઓ સુરત મહાનગરપાલિકાની સાથે છે.
સસ્પેન્શન બાદ સુજલ પ્રજાપતિએ ખોલ્યો મોરચો, કોર્ટમાં રજૂ કર્યા પુરાવા
નાસીરનગર ડિમોલિશન મામલે 1 જુલાઈ, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં સુજલ પ્રજાપતિ સહિત જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે.
સસ્પેન્શન બાદ સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને કથિત વોટ્સએપ ચેટ, વીડિયો તથા અન્ય પુરાવા રજૂ કર્યા છે. હવે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
નાસીરનગર ડિમોલિશન કેસમાં હવે સૌથી મોટો સવાલ
નાસીરનગરમાં થયેલી કાર્યવાહી પાછળ આખરે જવાબદાર કોણ છે? કમિશનરને ફોરવર્ડ કરાયેલો મેસેજ કોણે મોકલ્યો હતો? શું ડિમોલિશન અંગે ઉચ્ચ સ્તરે પહેલેથી જ નિર્ણય લેવાયો હતો? આવા અનેક સવાલોના જવાબ હવે તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.
હાલમાં નાસીરનગર ડિમોલિશન કેસ સુરતના વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની ગયો છે અને આવનારા દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...