Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લોડિંગ ટ્રકના ડ્રાઇવરને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બાકરોલ પાસે સવારે 7:30 વાગ્યે સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ વહેલી સવારે અંદાજે 7:30 વાગ્યાના સુમારે અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલા બાકરોલ ગામ નજીકથી એક ઈંટો ભરેલું આઇસર પસાર થઈ રહ્યું હતું. આ સમયે એક લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ટક્કરમાં આઇસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત નીપજ્યું હતું.

ફાયર બ્રિગેડે પતરાં કાપીને મૃતદેહ બહાર કાઢ્યો

બંને ભારે વાહનો વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની આગળની બાજુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આધુનિક સાધનો વડે વાહનની બોડી અને કેબિનના પતરાં કાપીને મહામહેનતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત, અકસ્માતમાં લોડિંગ ટ્રકના ડ્રાઇવરને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે

હાઇવે પર વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રિત કરીને હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ અકસ્માત કયા કારણોસર અને કોની બેદરકારીથી સર્જાયો, તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...

તમે જે મસાલા વાપરો છો તે અસલી છે? અમદાવાદમાં ભેળસેળી મસાલા સામે AMCની મોટી કાર્યવાહી, જય માતાજી ટ્રેડર્સનો 2,000 કિલો મસાલાનો જથ્થો સીલ

તમે જે મસાલા વાપરો છો તે અસલી છે?: તમે જે મસાલા વાપરો છો તે અસલી છે? અમદાવાદમાં ભેળસેળી મસાલા સામે AMCની મોટી કાર્યવાહી, જય માતાજી ટ્રે...

આજના આધુનિક યુગમાં ભાગદોડભર્યા જીવનમાં જ્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક બની રહ્યા છે, ત્યારે બીજી તરફ બજારમાં મળતી ખાદ્ય સામગ્રીઓમાં થતી ભેળસેળ એક ગંભી...