Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલન્સના નામે શહેરમાં ઘુસાડવામાં આવતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડીને કુલ 4,14,008 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસે વોચ

પ્રાપ્ત વિગતો અનુસાર, LCB પોલીસની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નારી ચોકડી તરફથી આવતી એક સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કાર, જેના પર એમ્બ્યુલન્સ અને હોસ્પિટલના નામ લખેલા છે, તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે આખલોલ જકાતનાકા નજીક સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમ સામે રોડ પર વોચ ગોઠવીને શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું.

રાજસ્થાન માર્કિંગવાળી 1248 દારૂની બોટલ કબ્જે

પોલીસે એમ્બ્યુલન્સની તલાશી લેતા અંદરથી કાળા રંગના ઝભલાઓમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેના પર 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' લખેલું હતું. જપ્ત કરાયેલા જથ્થામાં 180 ml ની ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 480 બોટલ, 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની 384 બોટલ, મેકડોવેલ્સ નં 1 ઓરિજિનલ ડિલક્સ કલેકશનની 384 બોટલ તેમજ કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના 24 ટીન મળીને કુલ 1248 દારૂની બોટલો અને 24 બીયરના ટીનનો સમાવેશ થાય છે.

એક આરોપીની ધરપકડ, અન્ય બે વોન્ટેડ

કાર્યવાહી દરમિયાન પોલીસે ડ્રાઇવર કિરણ સહદેવભાઈ મહેતાની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી 2.50 લાખ રૂપિયાની મારુતિ સુઝુકી ઇકો એમ્બ્યુલન્સ, એક વીવો કંપનીનો મોબાઇલ ફોન અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ (રહે. ભાવનગર) અને પ્રકાશ (રહે. આબુ, રાજસ્થાન) ના નામ ખૂલતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...

તમે જે મસાલા વાપરો છો તે અસલી છે? અમદાવાદમાં ભેળસેળી મસાલા સામે AMCની મોટી કાર્યવાહી, જય માતાજી ટ્રેડર્સનો 2,000 કિલો મસાલાનો જથ્થો સીલ

તમે જે મસાલા વાપરો છો તે અસલી છે?: તમે જે મસાલા વાપરો છો તે અસલી છે? અમદાવાદમાં ભેળસેળી મસાલા સામે AMCની મોટી કાર્યવાહી, જય માતાજી ટ્રે...

આજના આધુનિક યુગમાં ભાગદોડભર્યા જીવનમાં જ્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક બની રહ્યા છે, ત્યારે બીજી તરફ બજારમાં મળતી ખાદ્ય સામગ્રીઓમાં થતી ભેળસેળ એક ગંભી...