સુરત પૂર: 9,100 પરિવારોનો સર્વે પૂર્ણ,: 48 થી 72 કલાકમાં સ્થિતિ સામાન્ય કરવા આદેશ
સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા જનજીવન પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને 48 થી 72 કલાકમાં શહેરને ફરી ધમધમતું કરવા માટે તંત્રને કડક આદેશ આપ્યા છે.
મોડી રાત્રે કલેક્ટર કચેરી ખાતે હાઈ-લેવલ સમીક્ષા બેઠક
પૂરના પાણી ઓસર્યા બાદની સ્થિતિનો તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત કલેક્ટર કચેરીમાં જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કોઈપણ પ્રકારની ઢીલાશ દાખવ્યા વિના ત્રણ મુખ્ય બાબતો પર ભાર મૂક્યો હતો: ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ, યુદ્ધના ધોરણે સાફસફાઈ અને નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા. પૂરથી પ્રભાવિત વેપાર-રોજગાર અને દુકાનોને આગામી 48 થી 72 કલાકમાં ફરી રાબેતા મુજબ શરૂ કરવા માટે પ્રશાસનને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
9100 પરિવારોનો રેકોર્ડબ્રેક સર્વે અને રોકડ સહાયની ચૂકવણી
રાહત કામગીરી અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા તંત્ર રાત-દિવસ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9100 જેટલા પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાયો છે. જેમાંથી 800 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. 6,800 લેખે ઘરવખરી અને કેશડોલ (રોકડ સહાય) રૂબરૂમાં ચૂકવી દેવામાં આવી છે. બાકીના પરિવારોને પણ સત્વરે સહાય પહોંચાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.
58 વિસ્તારોમાં વ્યાપારી નુકસાનીનો અંદાજ અને હેલ્પલાઇન સુવિધા
સુરત શહેરના 58 જેટલા નાના-મોટા ગલી-મહોલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં દુકાનોને થયેલા નુકસાનનો સર્વે પણ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને તૈયાર થઈ રહેલા આ ડેટાના આધારે આગામી દિવસોમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વેપારીઓ માટે સરકારી સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. વધુમાં, જો કોઈ વિસ્તાર કે સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય, તો તેમના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરી હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયો છે. નાગરિકોના ફોન આવતા જ સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વે કરવામાં આવશે.
Tags
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...