International: સઉદી અરેબિયાએ યમન પર કર્યો હુમલો: હુદૈદાહમાં હુથી ઠેકાણાઓ પર બોમ્બમારો, મધ્ય પૂર્વમાં નવા યુદ્ધનું જોખમ
સઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનના હુદૈદાહમાં હુથી બળવાખોરોના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. લાલ સાગરમાં સઉદી સાથે જોડાયેલા જહાજો પર હુથી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સઉદી ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ મલ્કીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અમે હોદૈદાહ પ્રાંતમાં આતંકવાદી હુથી મિલિશિયાના કાયદેસરના સૈન્ય ઠેકાણાઓ સામે યોગ્ય જવાબી કાર્યવાહી કરી છે."
આ હુમલા ત્યારે થયા છે જ્યારે ઈરાન સમર્થિત હુથીઓએ આ અઠવાડિયે લાલ સાગરમાંથી પસાર થઈ રહેલા સઉદી અરેબિયાના ૨ ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. સઉદી અરેબિયાએ આમાંથી એક હુમલાની પુષ્ટિ કરી છે. હુથીઓએ સોમવારે લાલ સાગરમાં સઉદી અરેબિયા સામે નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી, જેની સામે સઉદી અરેબિયાએ સખત કાર્યવાહીની ચેતવણી આપી હતી.
હોદૈદાહ અને કામરાન આઇલેન્ડ પર હુમલા
હૂથી સંચાલિત 'અલ-મસીરાહ ટીવી'ના અહેવાલ મુજબ, સઉદી હુમલાઓએ લાલ સાગરના દરિયાકાંઠે આવેલા બંદર શહેર હોદૈદાહને નિશાન બનાવ્યું હતું. આ હુમલાઓમાં હોદૈદાહ શહેરમાં આવેલી સરકારી ટેલિકોમ કંપનીની સુવિધાઓ તેમજ યમનના પશ્ચિમ કિનારે આવેલા કામરાન દ્વીપ (Kamaran Island) પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
બંદર અને એરપોર્ટ સુરક્ષિત હોવાનો સઉદીનો દાવો
સ્થાનિક લોકોએ હોદૈદાહ બંદર પર પણ હુમલો થયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ગઠબંધન સેનાના પ્રવક્તા અલ-મલ્કીએ બંદર પરના હુમલાનો ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હોદૈદાહ, રાસ ઇસ્સા અને સાલિફ સહિત યમનના તમામ બંદરો વેપારી જહાજોની અવરજવર માટે ખુલ્લા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે હવાઈ વાહનવ્યવહાર ચાલુ રાખવા માટે કોઈ એરપોર્ટને નિશાન બનાવાયું નથી. જોકે, તેમણે હુથીઓ પર સના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ચાલુ ન કરવા દેવાનો આરોપ મૂક્યો અને ચેતવણી આપી કે સઉદી અરેબિયા પોતાના જહાજો અને હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાનું ચાલુ રાખશે.
મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ વધવાની ભીતિ
આ તાજા હુમલાઓને કારણે સઉદી અરેબિયા અને યમનના હુથીઓ વચ્ચે ફરી એકવાર પૂર્ણ કદનું યુદ્ધ શરૂ થવાનું જોખમ વધી ગયું છે. વર્ષ ૨૦૨૨માં બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી બાદ મોટાભાગની લડાઈ અટકી ગઈ હતી. પરંતુ આ ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં સઉદી ગઠબંધન સેના અને હુથીઓ વચ્ચેનો પહેલો મોટો લશ્કરી સંઘર્ષ છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...