International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ. એ કે એમ શમસુલ ઈસ્લામ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી છે. સોમવારે યોજાયેલી આ બેઠક એ જ દિવસે થઈ જ્યારે ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ પ્રધાનમંત્રી તારિક રહમાન સાથે હાઈ-પ્રોફાઈલ મુલાકાત કરી હતી. RAW ચીફના નેતૃત્વમાં ભારતીય સુરક્ષા અધિકારીઓનું ૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મિલિટરી ઈન્ટેલિજન્સ એજન્સી DGFI ના નિમંત્રણ પર ઢાકા પહોંચ્યું છે.
પરાગ જૈન ઉપરાંત આ ડેલીગેશનમાં અશ્વિન મુકુંદ કોટનીસ, રાહુલ નેગી અને શૈબલ રોય ચૌધરી સામેલ છે. રવિવારે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા બાદ આ ટીમે પોતાની સત્તાવાર મુલાકાત શરૂ કરી હતી.
શેખ હસીનાની વાપસીના પ્લાન અંગે ચર્ચા?
આમ તો ભારત અને બાંગ્લાદેશની સિક્યોરિટી એજન્સીઓ વચ્ચે નિયમિત બેઠકો થતી રહે છે, પરંતુ નવી દિલ્હીમાં શેખ હસીનાની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સના ગણતરીના દિવસોમાં જ યોજાયેલી આ મુલાકાત અત્યંત સંવેદનશીલ ગણાવાય રહી છે.
સૂત્રો અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય સુરક્ષા અધિકારીઓના પ્રતિનિધિમંડળે ઢાકા ખાતે શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. રિપોર્ટ મુજબ, સિક્યોરિટી ટીમમાંથી બે અતિ વરિષ્ઠ અધિકારીઓએ બાંગ્લાદેશ સચિવાલયમાં પ્રધાનમંત્રી તારિક રહમાન સાથે તેમના કાર્યાલયમાં ખાનગી મુલાકાત પણ કરી છે.
ડિસેમ્બર પહેલાં થઈ શકે છે હસીનાની વાપસી
અહેવાલોમાં સંકેત આપવામાં આવ્યો છે કે દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ પૂર્ણ થયા બાદ અને પ્રધાનમંત્રી તારિક રહમાનની બાંગ્લાદેશ વાપસી પછી શેખ હસીના પોતાના દેશ પરત ફરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશ છોડ્યા બાદથી ભારતમા રહી રહેલાં શેખ હસીનાએ વારંવાર પોતાના વતન પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ તેમણે દિલ્હીથી ડિસેમ્બર પહેલાં બાંગ્લાદેશ પરત ફરવાની વાત દોહરાવી હતી. હાલમાં બંને દેશોની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ચાલી રહેલી આ ગુપ્ત વાટાઘાટોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...
International: ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? સમુદ્રમાં ચીન એક પછી એક દ્વીપોને બનાવી રહ્યું છે મિલિટ્રી બેઝ, જિનપિંગનું...
ચીન સતત યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર ચીની સેનાને આધુનિક બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં...