Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

વિશ્વાસઘાતની પરાકાષ્ઠા: સિયા-કેતન જેવો જ ઘાતકી ખેલ પાટણમાં, કેનાલમાં ધક્કો મારી પત્નીને મારવાનો પ્રયાસ!

ગુજરાતના પાટણ જિલ્લાના સમી-હારીજ પંથકમાંથી પતિ-પત્નીના પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક ભયાનક હત્યાકાંડ સામે આવ્યો છે. પરસ્ત્રી સાથેના ગેરકાયદેસર પ્રેમ સંબંધોમાં અંધ બનેલા એક પાપી પતિએ પોતાના જ મિત્ર સાથે મળીને પત્નીને જીવતી જ નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ફેંકી દઈ ક્રૂર હત્યા નીપજાવી છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારા પતિ અને તેના મિત્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

 

બનાવની વિગત અનુસાર, મૂળ સમી તાલુકાના વાવલ ગામના વતની અને હાલ હારીજ તાલુકાના ગોવના ગામે ખેત મજૂરી કરતા સકતાજી ઠાકોર નામના પરિણીત શખ્સને છેલ્લા દોઢ વર્ષથી અન્ય એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા.  આ આડા સંબંધોની જાણ તેની પત્ની મંજુલાબેન ઠાકોરને થતાં ઘરમાં અવારનવાર ઝઘડા અને કંકાસ થતાં હતા, પત્ની વારંવાર પતિના આ ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કરતી હતી, જે પતિ સકતાજીને ખટકતું હતું. પત્નીનો કાયમી કાંટો કાઢવા અને પોતાના અંધ પ્રેમને પામવા માટે સકતાજીએ પોતાના મિત્ર કિશનજી ઠાકોર સાથે મળીને પત્નીની હત્યાનું પ્રી-પ્લાન્ડ ષડયંત્ર રચ્યું હતું. પસાર થતી નર્મદા કેનાલ પર લઈ ગયા હતા.

 

કોઈ કંઈ સમજે તે પહેલાં જ બંને નરાધમોએ મંજુલાબેનના હાથ-પગ પકડીને તેમને જીવતા જ કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દીધા હતા. મંજુલાબેને જીવ બચાવવા કાલાવાલા કર્યા હોવા છતાં પાષાણ હૃદયના પતિને જરાય દયા આવી નહોતી અને પાણીમાં ડૂબી જવાથી મંજુલાબેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ સકતાજી કાયદાથી બચવા માટે અવનવા ગતકડાં વિચારી રહ્યો હતો, પરંતુ પાપ ક્યારેય છૂપું રહેતું નથી. ભય અથવા પસ્તાવાના કારણે સકતાજીએ પોતે જ આ સમગ્ર કરપીણ હત્યાકાંડની કબૂલાત પોતાના સાળા રતાજી ઠાકોર સામે કરી દીધી હતી. બનેવીના મોઢે સગા બહેનની હત્યાની વાત સાંભળીને સાળા રતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

 

બહેનની હત્યાની જાણ થતાં જ સાળા રતાજી ઠાકોરે સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક સમી પોલીસ સ્ટેશને પહોંચીને બનેવી સકતાજી ઠાકોર અને તેના મિત્ર કિશનજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સમી પોલીસે તાત્કાલિક લાલ આંખ કરી અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં નૈતિક મૂલ્યોના પતનની ગંભીર સ્થિતિ સામે લાવી દીધી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...