International: રજાઓ માણવા વિયેતનામ ગયેલા 'લાવા' કંપનીના 110ડિસ્ટ્રિબ્યુટર્સ પર આભ તૂટ્યું: બોટ પલટી જતાં 15 ભારતીયોના મોત
વિયેતનામના પ્રખ્યાત પ્રવાસી મથક ફુ ક્વોક દ્વીપ (Phu Quoc Island) નજીક એક ભયાનક બોટ દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં બોટ પલટી જવાની આ ઘટનામાં ભારતીય મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની 'લાવા મોબાઈલ્સ' (Lava Mobiles) ના ૧૪ ચેનલ પાર્ટનર્સ (ડિસ્ટ્રિબ્યુટર્સ) અને કંપનીના એક કર્મચારી સહિત કુલ ૧૫ ભારતીય પ્રવાસીઓના મોત નિપજ્યા છે.
અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોમાં ૧૦ લોકો તમિલનાડુના, ૩ આંધ્રપ્રદેશના અને ૨ કેરળના રહેવાસી હતા. લાવા મોબાઈલ્સે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરીને તેને એક કલ્પના બહારની મોટી દુર્ઘટના ગણાવી છે.
લાવા કંપનીએ સત્તાવાર પોસ્ટ કરીને આપી માહિતી
લાવા કંપનીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, "અમે અત્યંત દુઃખ સાથે જણાવી રહ્યા છીએ કે વિયેતનામના ફુ ક્વોક દ્વીપ નજીક આજે સવારે એક બોટ અકસ્માતમાં અમારા ૧૪ ચેનલ પાર્ટનર્સ અને લાવા ટીમના એક સભ્યનું દુઃખદ અવસાન થયું છે. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ પીડિત પરિવારોના પ્રિયજનો સાથે છે. આ મુશ્કેલ સમયમાં કંપની તેમના પરિવારોની સાથે અડીખમ ઊભી છે."
કંપનીએ વધુમાં ઉમેર્યું કે, તેઓ વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસ અને ત્યાંના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મૃતકોના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત લાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત અને વિયેતનામ બંને દેશોમાં કંપનીની ટીમો પીડિત પરિવારોને મદદ કરી રહી છે.
રજાઓ માણવા ગયા હતા ૧૧૦ કર્મચારીઓ
આ વિદેશ પ્રવાસનું આયોજન લાવા મોબાઈલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાંથી કંપનીના અંદાજે ૧૧૦ જેટલા ડિસ્ટ્રિબ્યુટર્સ અને કર્મચારીઓ વેકેશન માણવા માટે આ ટૂર પર વિયેતનામ ગયા હતા, જ્યાં સવારના સમયે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.
૨૦ લોકોએ બારીમાંથી કૂદીને બચાવ્યો જીવ
આ ભયાનક અકસ્માતમાંથી બચી ગયેલા કંપનીના કર્મચારી નિર્મલ કુમારે આપઘાતની ક્ષણો વર્ણવતા કહ્યું કે, "તે એક આખી પેક (બંધ) સ્પીડબોટ હતી, જેમાં ૩૨ મુસાફરો સવાર હતા. બોટ કિનારેથી રવાના થઈ તેના માંડ ત્રણ જ મિનિટમાં તે દરિયામાં પલટી ગઈ હતી. બોટ પલટતાં જ અમારામાંથી લગભગ ૨૦ લોકો આગળની બારી તોડીને બહાર કૂદી ગયા અને જીવ બચાવવામાં સફળ રહ્યા. પરંતુ, કમનસીબે પાછળની સીટ પર બેઠેલા ૧૫ લોકો બોટની અંદર જ ફસાઈ ગયા અને ગૂંગળામણ તેમજ ડૂબી જવાને કારણે તેમના મોત થયા."
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...