સુરત: ચૂંટણી ટાણે 10 આંટા મારતા, હવે મોઢું બતાવતા નથી! કાપોદ્રામાં પીવાના પાણીની અછત વચ્ચે મહિલા કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે તુતુ-મૈમૈ
સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક વિસ્તારો જળબંબોળ થયા બાદ હવે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂરના પાણી ઓસર્યા બાદ પણ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના ગત 12 જુલાઈની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં સામે આવી હતી, જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાપોદ્રા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પૂરની સ્થિતિ બાદ પીવાના શુદ્ધ પાણીની તીવ્ર અછત સર્જાઇ હતી. સ્થાનિક લોકો કલાકો સુધી પાણીની રાહ જોઈને બેઠા હતા. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર હંસાબેન ગજેરા જ્યારે સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા કાપોદ્રા ખાતે પહોંચ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. વિસ્તારની મહિલાઓએ એકત્રિત થઈને કોર્પોરેટરનો ભારે હુરિયો બોલાવ્યો હતો અને તેમનો ઉધડો લીધો હતો.
સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર હંસા ગજેરા પર આક્ષેપોનો મારો ચલાવતા ઉગ્ર શબ્દોમાં કહ્યું હતું કે, "જ્યારે ચૂંટણીમાં મતો જોઈતા હતા ત્યારે તમે એક-એક દિવસમાં 10- 10 વાર સોસાયટીઓમાં આંટા મારતા હતા અને મોટા-મોટા વાયદાઓ કરતા હતા. પરંતુ આજે જ્યારે અમે અતિશય મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે તમે મોઢું બતાવવા પણ આવતા નથી." લોકોના આ પ્રચંડ અને અણધાર્યા આક્રોશ સામે કોર્પોરેટર હંસા ગજેરા સંપૂર્ણપણે બચાવ મુદ્રામાં આવી ગયા હતા અને તેમણે લોકોને જરા શાંતિ રાખવા અને સંયમ જાળવવા વિનંતી કરી હતી.
કોર્પોરેટર દ્વારા શાંતિ રાખવાની અપીલ કરાતા સ્થાનિક લોકો વધુ ભડક્યા હતા અને બોલાચાલી ઉગ્ર બનતા મામલો ગંભીર રીતે બિચક્યો હતો. જનતાના સતત ઘેરાવ અને તીખા સવાલો સામે છેલ્લે કોર્પોરેટર હંસા ગજેરા પણ પોતાની ધીરજ ખોઈ બેઠા હતા. તેમણે ભારે લાચારી અને કટાક્ષભર્યા લહેકામાં લોકોને કહી દીધું કે, "મારે તો એમાં કંઈ અંદર ઉતરવાનું નથી, નકર તો હું અત્યારે જ કાઢી દઉં બધું હાલો." કોર્પોરેટરના આ નિવેદન બાદ સ્થાનિકોમાં નારાજગી વધુ જોવા મળી હતી.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...