કાળજું કંપાવતો અકસ્માત: જામનગર-રાજકોટ હાઇવે પર કારે મહિલાને ફંગોળી, હાલત ગંભીર
જામનગર-રાજકોટ હાઈવે પર આવેલ ફલ્લા ગામ પાસે એક અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ફોર વ્હીલ કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલી એક મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા ફૂટબોલની જેમ હવામાં અધ્ધર ઉછળાઈને રોડ પર પટકાઈ હતી. આ સમગ્ર રૂંવાડા ઊભા કરી દેનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ફલ્લા ગામ પાસેથી પસાર થતા હાઈવે પર એક મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન રાજકોટ તરફથી જામનગર તરફ જતી એક બેફામ ગતિએ આવતી ફોર વ્હીલરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતા જ મહિલા હવામાં પાંચથી છ ફૂટ ઊંચી ઉછળીને રોડની બીજી બાજુ દૂર જઈને પડી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
આ ભયાનક અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મહિલાની વહારે દોડી આવ્યા હતા. ટક્કર અને પછડાટના કારણે મહિલાને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત સ્થળની આસપાસથી સીસીટીવી ફૂટેજ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર ફોર વ્હીલ કારના નંબરની ઓળખ મેળવી ફેબામ અને ગુનાહિત બેદરકારી દાખવનાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...