Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

જામનગરમાં જળસંકટ ટાળવા મહાનગરપાલિકાનો એક્શન પ્લાન: વરસાદ ખેંચાશે તો ડેમોમાં 'સૌની યોજના'નું પાણી અપાશે

જામનગર શહેરમાં ચોમાસાની શરૂઆત નબળી રહેતા અને જુલાઈ માસ અડધો વીતી જવા છતાં વરસાદ ન પડતા મહાનગરપાલિકા ચિંતિત બની છે. નાગરિકોને પીવાના પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આગોતરો એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. જો વરસાદ પાછોતરો પડશે તો 'સૌની યોજના' મારફતે નગરને પાણી પૂરું પાડતા ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જુલાઈ અડધો વીતવા છતાં વરસાદ ન પડતા તંત્ર એલર્ટ 

હાલમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જુલાઈ મહિનાના 15 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં મેઘરાજાની પધરામણી ન થતા તંત્રની ચિંતા વધી છે. લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું રહે અને શહેરમાં જળસંકટ ઉભું ન થાય તે માટે તંત્રએ એક નવો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. આ પ્લાન અંતર્ગત સૌની યોજના હેઠળ જળાશયો ભરવા અંગે રાજ્ય સરકાર સમક્ષ સત્તાવાર માંગણી મૂકી દેવામાં આવી છે.

વર્તમાન જળાશયોમાં પાણીની સ્થિતિ 

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોની સ્થિતિ અંગે વાત કરતા વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલે માહિતી આપી હતી કે, રણજીતસાગર ડેમમાં હાલ ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે, અન્ય મુખ્ય જળાશયો જેમ કે સસોઈ, ઊંડ-1 અને આજી-3 ડેમમાં માત્ર જુલાઈ માસના અંત સુધી જ ચાલી શકે તેટલું જ પાણી બચ્યું છે.

'સૌની યોજના' હેઠળ 550 MCFT પાણીની માંગ 

જો જુલાઈના અંત સુધીમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે અથવા વરસાદ પાછોતરો રહેશે, તો નગરજનોને મુશ્કેલીમાંથી બચાવવા માટે તંત્રએ કમર કસી છે. કાર્યપાલક ઈજનેરે વધુમાં જણાવ્યું હતું કે, આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર કરાયો છે. આ અંતર્ગત 'સૌની યોજના' મારફતે ઊંડ-1 ડેમમાં 200 એમસીએફટી (MCFT), આજી-3 ડેમમાં 200 એમસીએફટી અને સસોઈ ડેમમાં 150 એમસીએફટી પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...