Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

વૃંદાવનના વાઘા અને માણેકચોકના દાગીના: જગન્નાથજીની 149મી રથયાત્રામાં દવે પરિવારને મળ્યું ભગવાનનું 'મામેરું' કરવાનું પરમ સૌભાગ્ય

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે મોસાળ ગણાતા સરસપુરમાં ભગવાનનું પરમ આકર્ષણ એવું 'મામેરું' કરવાનો સુઅવસર સરસપુરના જ વતની અને ઉદ્યોગપતિ તેજસ દવેના પરિવારને પ્રાપ્ત થયો છે. વર્ષોની પ્રતીક્ષા અને ડ્રો પદ્ધતિ દ્વારા પસંદગી પામ્યા બાદ, દવે પરિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી માટે ભક્તિભાવપૂર્વક વિશેષ વાઘા અને સોના-ચાંદીના કિંમતી અલંકારો તૈયાર કરાવ્યા છે. આ પાવન પ્રસંગે તેમના નિવાસ્થાન ખાતે ભવ્ય શોભાયાત્રા અને ભજન સંધ્યા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

 

નાનપણથી જ સરસપુરમાં રહીને 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ કરનાર તેજસ દવેની ઈચ્છા ભગવાનના મામેરાનો લાવો લેવાની હતી. છેલ્લા 5 થી 7 વર્ષના સતત પ્રયાસો બાદ, જ્યારે તેઓ દ્વારકાની યાત્રાએ હતા ત્યારે મંદિર તરફથી ડ્રોમાં તેમનું નામ નીકળ્યાના સમાચાર મળતા જ સમગ્ર પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો. 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમજીને પોતાની યથાશક્તિ પ્રમાણે તેમણે ભગવાનના સ્વાગતની તૈયારીઓ આરંભી દીધી હતી. આજે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન તેમના ઘરે ભગવાનના આગમન સાથે જ એક ભવ્ય અને ઉત્સાહભરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ મહોત્સવમાં માત્ર તેમનો પરિવાર કે સમાજ જ નહીં, પરંતુ આજુબાજુના ગામના લોકો અને સોસાયટીના રહીશો પણ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

 

ભગવાનના મામેરાની વિશેષતા અંગે વાત કરતા તેજસ દવેએ જણાવ્યું કે ત્રણેય ભગવાનના વસ્ત્રો એટલે કે વાઘા માટેનું ખાસ કાપડ પવિત્ર ભૂમિ વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે, જેની સુંદર ડિઝાઇન દરિયાપુરમાં તૈયાર કરવામાં આવી છે. આ વાઘામાં ખાસ કરીને મોર અને મોરપીંછની અદભુત ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, ભગવાન માટેના તમામ અલંકારો, જેમાં ભવ્ય મુગટ, હાર અને કિંમતી ચેન સહિતના દાગીનાઓ અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક બજારમાં તૈયાર કરાવવામાં આવ્યા છે. આ દિવ્ય પ્રસંગના આયોજનના ભાગરૂપે સવારની શોભાયાત્રા અને મહાપ્રસાદ બાદ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન ભજન સંધ્યા તેમજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી પ્રખ્યાત સરડવની ભજન મંડળીના કાર્યક્રમ અને રાત્રિ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...