International: ઈરાને હોર્મુઝમાં નવા રૂટનો પ્રસ્તાવ ફગાવ્યો, અમેરિકા સાથે વાતચીત માટે રાખી 3 શરતો
ઈરાને હોર્મુઝ જલડમરૂમધ્ય (Hormuz Strait) માંથી કોઈ નવા કે વૈકલ્પિક રસ્તાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝના મુદ્દે તે કોઈ પણ ભોગે પાછળ હટશે નહીં અને હવે આ દરિયાઈ માર્ગ યુદ્ધ પહેલાની સ્થિતિમાં પાછો નહીં જાય. ઈરાન તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ બે અઠવાડિયાથી ચાલી રહેલા હુમલા રોકી દીધા છે અને પરિસ્થિતિને વાટાઘાટો તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અલ-અરબિયાના અહેવાલ મુજબ, ઈરાને અમેરિકા સાથે સમજૂતી અને વાતચીત માટે ત્રણ મુખ્ય શરતો મૂકી છે:
હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ: વાટાઘાટો શરૂ થાય તે પહેલાં હોર્મુઝના દરિયાઈ ગલિયારા પર ઈરાનનું સંપૂર્ણ નિયંત્રણ સ્વીકારવું પડશે.
ફ્રીઝ થયેલું ફંડ મુક્ત કરવું: ઈરાનનું અટકાવી રખાયેલું ફંડ જાહેર કરવું પડશે.
પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા: ત્રીજા તબક્કામાં ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર વાતચીત કરવા તૈયાર છે.
ઈરાને મધ્યસ્થ દેશ પાકિસ્તાનને જણાવ્યું છે કે તે આ શરતો હેઠળ જિનેવા, દોહા અથવા ઇસ્લામાબાદ ખાતે વાતચીત કરવા માટે તૈયાર છે.
હોર્મુઝ ખોલવા અંગે ઓમાન સાથે વાતચીત
રિપોર્ટ અનુસાર, હોર્મુઝ જલડમરૂમધ્યના જળમાર્ગોને ફરીથી ખોલવા અંગે ઓમાન અને ઈરાન વચ્ચે બે દિવસીય સકારાત્મક વાતચીત થઈ છે. પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈ ચોક્કસ પરિણામ પર પહોંચવા માટે હજુ વધુ વાટાઘાટોની જરૂર છે. જોકે, આ સમગ્ર મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ શું રહે છે તેના પર સૌની નજર ટકેલી છે.
હોર્મુઝ પર ઈરાનનો સંપૂર્ણ કબજો
ઈરાનની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે હોર્મુઝ હવે યુદ્ધ પહેલાની સ્થિતિમાં નહીં રહે અને આ દરિયાઈ માર્ગે થતી અવરજવર ઈરાન જ નક્કી કરશે.
બીજી તરફ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પણ દાવો કર્યો છે કે હોર્મુઝ પર તેમનું પૂર્ણ નિયંત્રણ છે. IRGC ના જણાવ્યા મુજબ, તેમની પરવાનગી વગર હોર્મુઝમાંથી એક પક્ષી પણ પસાર થઈ શકતું નથી. ચેતવણી આપ્યા બાદ તેમણે હોર્મુઝમાં ૬ જહાજોને રોક્યા પણ હતા, જે સાબિત કરે છે કે તે વિસ્તારમાં નેવિગેશન પર ઈરાનનું સંપૂર્ણ વર્ચસ્વ છે.
ઈરાન-અમેરિકા વચ્ચે હુમલા રોકાયા
૧૩ દિવસના સતત હુમલા બાદ અમેરિકાએ ઈરાન પરના હુમલા અટકાવ્યા છે, જેના જવાબમાં ઈરાની સેનાએ પણ વળતા પ્રહારો રોકવાની જાહેરાત કરી છે. બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ જેવી સ્થિતિ સર્જાતાં વાતચીત ફરી શરૂ થવાની આશા જાગી છે. માઈક વાલ્ટ્ઝના જણાવ્યા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે રાજદ્વારી ઉકેલ અને કૂટનીતિને તક આપવા માટે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...