Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: 'કોઈ પાકિસ્તાની કાશ્મીર નથી', PoK વાળા રિપોર્ટ પર ન્યૂયોર્ક ટાઈમ્સને ભારતીય દૂતાવાસનો કડક જવાબ- 'હંમેશા ભારતનો અભિન્ન અંગ રહેશે'

અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે અમેરિકી અખબાર 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ' (NYT) દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં થયેલી હિંસા પર પ્રકાશિત રિપોર્ટની ભારે ટીકા કરી છે. રિપોર્ટમાં આ વિસ્તારને 'પાકિસ્તાની કાશ્મીર' કહેવા પર ભારતીય દૂતાવાસે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેને ગેરમાર્ગે દોરનારું તેમજ તથ્યહીન ગણાવ્યું છે. NYT એ પોતાના રિપોર્ટમાં પીઓકેમાં કહેવાતી વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસક ઝડપોનો ઉલ્લેખ કર્યો હતો, જેનું શીર્ષક હતું- 'સ્થાનિક ચૂંટણી માટે વોટિંગ શરૂ થતાં જ પાકિસ્તાની કાશ્મીરમાં ઝડપો.'

અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે હેડલાઈનના શબ્દો સામે વાંધો ઉઠાવતા X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઈન ગેરમાર્ગે દોરનારી અને ખોટી છે. કોઈ 'પાકિસ્તાની કાશ્મીર' નથી, તે માત્ર પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) છે."

PoK સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો જ ભાગ

દૂતાવાસે આગળ લખ્યું, "જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યા છે, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને આ વિસ્તારોના કેટલાક ભાગો પર ગેરકાનૂની રીતે કબજો જમાવ્યો છે અને હવે તે આ કબજા હેઠળના વિસ્તારોના લોકો સામે હિંસાનો ઉપયોગ કરી રહ્યું છે."

પીઓકેમાં પાકિસ્તાની સેનાની બર્બરતા

ભારતીય દૂતાવાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી દરમિયાન વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ભારે બળપ્રયોગે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પીઓકેમાં પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલા નાગરિક જૂથ 'જોઈન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) ના જણાવ્યા અનુસાર, સોમવાર અને મંગળવારના રોજ માત્ર બે જ દિવસમાં પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૩૦ થી વધુ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.

JAAC એ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સુરક્ષા દળોએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. રાવલકોટ અને મીરપુરમાં ભારે હિંસક ઝડપો થઈ છે. અવામી એક્શન કમિટીએ પાકિસ્તાની સેના પર પ્રદર્શનકારીઓના મૃતદેહો ગાયબ કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. જૂથે જણાવ્યું કે તેમની પાસે રસ્તાઓ પર લોહીલુહાણ થયેલા લોકોના વીડિયો છે, પરંતુ સુરક્ષા દળોએ તેમના મૃતદેહોને ગાયબ કરી દીધા છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...