Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

International: ઈરાન સમર્થિત હૂતિઓનો લાલ સાગરમાં સાઉદી તેલ ટેન્કરો પર હુમલો: મિસાઈલ અને ડ્રોન વડે સાધ્યું નિશાન, હોર્મુઝ બાદ નવો મોરચો ખોલ્યો

યમનના હૂથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેમણે લાલ સાગર (Red Sea) માં સાઉદી અરેબિયાના બે ઓઈલ ટેન્કરો પર ભીષણ હુમલો કર્યો છે. સાઉદી અરેબિયા સંબંધિત જહાજો સામે દરિયાઈ નાકેબંધી (Maritime Blockade) ની જાહેરાત કર્યા બાદ ઈરાન સમર્થિત આ જૂથનો આ પહેલો મોટો હુમલો છે.

હૂથીઓએ જણાવ્યું કે તેમણે બાબ અલ-મંદેબ (Bab al-Mandeb) નજીક બેલિસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના બે તેલ ટેન્કરો— એન્સેલિયા (Encelia) અને લાયલા (Layla) ને નિશાન બનાવ્યા હતા.

જહાજોમાં આગ લાગ્યાનો દાવો

ટેલિગ્રામ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં હૂથી વિદ્રોહીઓએ જણાવ્યું કે તેમણે આ બંને ટેન્કરો વિરુદ્ધ એક વિશેષ સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. હુમલા બાદ બંને ટેન્કરોમાં આગ લાગી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હૂથી જૂથે સાઉદી ઓઈલ ટેન્કરો પર તેમની દરિયાઈ નાકેબંધીના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

સાઉદી અરેબિયા વિરુદ્ધ દરિયાઈ નાકેબંધી

હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકેબંધીની જાહેરાત કરી હતી. આ ઈરાન સમર્થિત જૂથનું કહેવું છે કે તેમણે આ પગલું આ મહિનાની શરૂઆતમાં સના એરપોર્ટ પર થયેલા હુમલાના જવાબમાં ઉઠાવ્યું છે, જેના માટે તેઓ સાઉદી અરેબિયાને જવાબદાર ગણાવે છે.

અંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર વધતું સંકટ

સાઉદી અરેબિયાએ હૂથીઓની આ દરિયાઈ નાકેબંધીની સખત શબ્દોમાં નિંદા કરી છે અને યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર પ્રત્યે રિયાધના સમર્થનને પુનરોચ્ચાર કર્યો છે.

લાલ સાગરમાં હૂથીઓના આ હુમલાને કારણે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર તણાવ વધી ગયો છે. આ પહેલાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ઈરાનના હુમલાને કારણે અખાતી દેશોની ઊર્જા નિકાસને ભારે અસર પહોંચી હતી. હવે લાલ સાગરમાં શરૂ થયેલા આ નવા મોરચાથી ગ્લોબલ ટ્રેડ અને એનર્જી સપ્લાય પર મોટું સંકટ ઊભું થયું છે. હૂથીઓએ દાવો કર્યો છે કે તેમની નાકેબંધીના કારણે લગભગ ૧૦ જહાજો પહેલેથી જ પરત ફરી ચૂક્યા છે.

 

Comment / Reply From

You May Also Like

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર પૂર્વ પાકિસ્તાની મંત્રીની કબૂલાત

'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...

ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...

બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...

રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત

રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...

કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં સ્વજનોની શોધખોળ

International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...

કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...

બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લાનિંગ!

International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...

ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ સંબંધો પર મોટું નિવેદન

'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની

દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....

ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બતાવશે તાકાત

National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...

ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...