Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

ગિરનારમાં સિંહના હુમલા બાદ સરકારે લીધા મહત્વના નિર્ણયો: સીડી માર્ગ 'સાયલન્સ ઝોન' જાહેર

જૂનાગઢના ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં સિંહના હુમલામાં ખેડા જિલ્લાના 11 વર્ષીય બાળક મયુર ચૌહાણના દુઃખદ મૃત્યુ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે થર્મલ ડ્રોનથી મોનિટરિંગ, કાયમી ચેક પોસ્ટ અને નવી SOP તૈયાર કરવા સહિતના અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ગહન ચર્ચા બાદ લેવાયા મહત્વના પગલાં 

ગિરનારની નવી સીડી પર અંદાજે 50મા પગથિયા નજીક બનેલી આ કરુણ ઘટનાની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે મીડિયાને માહિતી આપતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વન્યજીવોની વધુ અવરજવર વાળા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટ ઊભી કરીને સતત મોનિટરિંગ કરવામાં આવશે.

કલેક્ટરની અધ્યક્ષતામાં નવી SOP બનશે 

યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ વ્યવસ્થાપન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ વહીવટી વિભાગોના સંકલન સાથે એક નવી સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવશે. આ SOP નો કડક અમલ કરાવી ઇમરજન્સી પ્રતિસાદને પણ વધુ સઘન બનાવવામાં આવશે.

સીડી માર્ગ 'સાયલન્સ ઝોન', ડ્રોનથી રખાશે નજર 

માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે ગિરનાર અને દાતાર સીડી માર્ગને હવેથી ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી ઘોંઘાટ ન થવાથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ પહોંચે નહીં. આ સાથે સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે અત્યાધુનિક 'થર્મલ ડ્રોન' સર્વેલન્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર્સ કાયમી ધોરણે વોચ રાખશે.

જનજાગૃતિ અભિયાન અને સરકારની પ્રતિબદ્ધતા 

યાત્રાળુઓ અને સ્થાનિક લોકો જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે કેવી રીતે વર્તવું તે બાબતે જાગૃત થાય તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. મંત્રીએ ખાતરી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...