International: 'અમેરિકાની 1,000 મિસાઇલોનું નિશાન ઈરાન પર': ડોનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ખુલ્લી ધમકી- મને મારવાનો પ્રયાસ ન કરતા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો તેમની હત્યા કરવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે, તો ઈરાનને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવશે. ઈરાન તરફથી સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે ટ્રમ્પનું આ આક્રમક નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન ટ્રમ્પને જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવી હતી, જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની હજારો મિસાઇલો ઈરાન પર ભીષણ હુમલા માટે તૈયાર છે.
'અમારી મિસાઇલો ઈરાન તરફ તાકેલી છે'
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, "અમારી મિસાઇલો ઈરાન તરફ નિશાન સાધીને બેઠી છે. ઈરાની શાસનની ધમકીઓ મુજબ જો મારી હત્યાનો કોઈ પણ પ્રયાસ થશે, તો તરત જ હજારો મિસાઇલો છોડવામાં આવશે. આ માટેના જરૂરી આદેશો પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે. અમેરિકી સેના ઈરાનના તમામ વિસ્તારોને એક વર્ષ સુધી સંપૂર્ણપણે તબાહ કરવા માટે તૈયાર છે અને આ સમયગાળો આગળ પણ વધારી શકાય છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ એક હજાર મિસાઇલો એકદમ તૈયાર છે અને તેમનું એકમાત્ર નિશાન ઈરાન છે. જો ઈરાન સરકાર પોતાની ધમકી પર આગળ વધશે, તો અમેરિકી સેના ઈરાનનો નકશો બદલી નાખશે.
ટ્રમ્પ કેમ ગુસ્સે ભરાયા છે?
ઈરાનમાં તાજેતરના દિવસોમાં, ખાસ કરીને અલી ખામેનેઈના અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાને લઈને જાહેરમાં નિવેદનોબાજી કરવામાં આવી હતી. આનાથી ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. જો કે, ઈરાને સત્તાવાર રીતે આવી કોઈ યોજના હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ અમેરિકા કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી.
બીજી તરફ, આ ધમકી પહેલા અમેરિકાએ ઈરાન પાસે જાહેરમાં એવી જાહેરાત કરવાની માંગ કરી છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) નો દરિયાઈ માર્ગ ખુલ્લો રાખવામાં આવે અને ત્યાંથી પસાર થતા જહાજો પર હુમલા બંધ થાય. જ્યારે ઈરાનનો દાવો છે કે આ દરિયાઈ માર્ગ તેના નિયંત્રણમાં રહેવો જોઈએ અને ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી તેને ટેક્સ (શુલ્ક) વસૂલવાનો હક મળવો જોઈએ.
અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ
છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે, જેના જવાબમાં ઈરાને પશ્ચિમ એશિયાના કેટલાક દેશોમાં જવાબી હુમલા કર્યા છે. આ તણાવ ચાલુ સપ્તાહની શરૂઆતમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર ઈરાનના હુમલા બાદ વધુ વકર્યો છે. જો કે, બંને દેશો વચ્ચેના તણાવને ઓછો કરવા માટે ઓમાનમાં બંને પક્ષોના મધ્યસ્થો વચ્ચે વાતચીત થવાની પણ શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે ૬ અઠવાડિયા સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. હાલ સીઝફાયર (યુદ્ધવિરામ) હોવા છતાં બંને દેશો વચ્ચેની તનાતની ઓછી થવાનું નામ નથી લઈ રહી.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...