ઉનાકાંડના 10 વર્ષ બાદ પણ ન્યાય અધૂરો: ઉનાકાંડના 10 વર્ષ બાદ પણ ન્યાય અધૂરો! : કોંગ્રેસ સહિત દલિત આગેવાનોનો સરકાર સામે આક્રોશ, જિગ્નેશ મેવાણીએ કર્યા આક્ષેપો
ઉનાકાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવા છતાં પીડિતોને ન્યાય ન મળતા ગુજરાતના દલિત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ સંદર્ભમાં અમદાવાદના નિકોલ સ્થિત મંગળ પાંડે હોલ ખાતે એક મહત્વપૂર્ણ ચર્ચા-મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત દલિત સમાજના અનેક અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. કાર્યક્રમના પ્રારંભમાં જિગ્નેશ મેવાણીએ આ ઘટનાને માનવતા પરનો કલંક ગણાવતા જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં ગીર સોમનાથના મોટા સમઢિયાળા ગામના બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો પર ગૌરક્ષકોના નામે કેટલાક ગુંડાઓ દ્વારા જે અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, તેની યાદ આજે પણ દલિત સમાજને હચમચાવી દે છે. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જન્માવ્યા હતા અને તત્કાલીન સમયે દેશના મોટા નેતાઓ પણ પીડિતોના સમર્થનમાં આગળ આવ્યા હતા, છતાં દાયકા પછી પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.
અદાલતી ચુકાદા પર અસંતોષ અને અપીલની માંગ
ઘટનાના 10 વર્ષ બાદ તાજેતરમાં આવેલા અદાલતી ચુકાદાએ પીડિતો અને દલિત સમાજને ભારે નિરાશ કર્યા છે. આ મામલે જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, જે 42 આરોપીઓ સામે સ્પષ્ટ પુરાવા હતા અને જેઓ પીડિતોને મારતા વીડિયોમાં પણ દેખાય છે, તેમાંથી મોટાભાગના આરોપીઓને મુક્ત કરી દેવાયા છે અને માત્ર 5 લોકોને સજા થઈ છે. આ ચુકાદાથી દલિત સમાજની લાગણી દુભાઈ છે, તેથી સમાજની એવી માંગ છે કે પીડિત પરિવાર તો અપીલમાં જશે જ, પરંતુ રાજ્ય સરકાર પણ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરે. એટલું જ નહીં, સરકાર આ કેસ માટે હાઈકોર્ટમાં ટોચના વકીલની નિમણૂક કરીને પીડિતોને ન્યાય અપાવવામાં મદદરૂપ બને તેવી અપીલ પણ કરવામાં આવી છે.
સરકાર સામે વચનભંગનો આક્ષેપ
સંમેલનમાં મુખ્ય મુદ્દો તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પીડિત પરિવારને આપેલા વચનોનો રહ્યો હતો. પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે તેમને ખેતીની જમીન, સરકારી નોકરી અને ઘર માટે પ્લોટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ 10 વર્ષ વીતી ગયા છતાં એક પણ વચન પૂર્ણ કરવામાં આવ્યું નથી. ઘર માટેની સહાયના પણ માત્ર એક-એક હપ્તા ચૂકવીને સંતોષ માની લેવામાં આવ્યો છે અને અન્ય કોઈ સરકારી સહાય કે વચનો પૂરા થયા નથી.
રાજકીય નિવેદનો અને અપેક્ષાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દલિતો પ્રત્યેના નિવેદનો પર આકરા પ્રહાર કરતા જિગ્નેશ મેવાણીએ તેને નાટ્યશાસ્ત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક તરફ દલિતોને પોતાના ભાઈ ગણાવવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ તેમના જ પુસ્તક 'કર્મયોગી'માં સફાઈ કર્મચારીઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે, જે ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. આ સંમેલનમાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે, હવે આ મામલે દલિત સમાજનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પોતાની માંગણીઓ રજૂ કરશે. જો સરકાર આ માંગણીઓનો સકારાત્મક નિકાલ નહીં લાવે, તો મોટા પાયે સંમેલનો યોજીને સરકાર વિરુદ્ધ ઉગ્ર લડત આપવામાં આવશે અને ભાજપને પાડી દેવાનો કોલ પણ આપવામાં આવશે.
જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય ત્રણ માંગણીઓ છે. પહેલી માંગણી એ છે કે, જે તે સમયે આનંદીબેન પટેલે જે પીડિત પરિવારોને ખેતીની જમીન, સરકારી નોકરી અને ઘરનો પ્લોટ આપવાનું વચન આપ્યું હતું, તેનું એક પણ વચન પૂરું થયું નથી. તેથી હવે આ વચન પણ પૂરું કરવામાં આવે. જો રાજ્યની સરકાર આ વચનો પૂરા નહીં કરે, તો હવે અમારે ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
વધુમાં, જિગ્નેશ મેવાણી એકમાત્ર ધારાસભ્ય છે જે આ લડત ચલાવી રહ્યા છે, જો આ ધારાસભ્ય લડત ચલાવે તો સરકાર પર દબાણ પણ બને, તો જે અન્ય પાર્ટીમાં રહેલા ધારાસભ્યો છે, તેઓ કેમ નથી લડતા અને તેમને દલિત સમાજ પ્રત્યે કેમ પ્રેમ નથી? તે લોકો તો ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠા છે. તેઓ ગુજરાતના 50 લાખ દલિતોના પ્રતિનિધિ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના પગલૂછણિયા છે. આવા પગલૂછણિયાઓ પાસેથી ગુજરાતના 50 લાખ દલિતોને કોઈ અપેક્ષા નથી.
છેલ્લે, અમે આ ત્રણ માંગણીઓને લઈને રાજ્યના મુખ્યમંત્રીને મળવા જઈશું. એક ડેલિગેશન સ્વરૂપે જઈશું. જો સરકાર આ માંગણીઓનો સકારાત્મક નિકાલ નહીં લાવે, તો મોટા પાયે સંમેલનો યોજીને સરકાર વિરુદ્ધ ઉગ્ર લડત આપવામાં આવશે અને ભાજપને પાડી દેવાનો કોલ પણ આપવામાં આવશે.
Tags
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...